દુકાનદારો માટે મોટા સમાચાર, કોઈ ગેરંટી વગર Paytm આપવા જઈ રહી છે 1000 કરોડ રૂપિયાની લોન

દુકાનદારો માટે મોટા સમાચાર, કોઈ ગેરંટી વગર Paytm આપવા જઈ રહી છે 1000 કરોડ રૂપિયાની લોન

ડિજિટલ પેમેન્ટ કંપની Paytm આગામી માર્ચ સુધી દુકાનદારોને 1000 કરોડ રૂપિયાની લોન (Paytm Loan) આપવાનું લક્ષ્ય રાખ્યું છે. કંપનીએ સોમવારે કહ્યું કે, તે પોતાના બિઝનેસ એપ યુઝર્સને (Paytm Users) દુકાનદાર લોન કાર્યક્રમ હેઠળ કોઈ ગેરંટી વગર લોન આપવા જઈ રહી છે. પેટીએમનો દાવો છે કે, તેણે ગત વિત્ત વર્ષમાં એક લાખથી વધારે મર્ચન્ટ પાર્ટનર્સને 550 કરોડ રૂપિયાની લોન આપી છે.

પેટીએમે કહ્યુ કે, અમે અમારા 1.7 કરોડ દુકાનદારોનાં આંકડાના આધાર પર કારોબાર ક્ષેત્રને 1000 કરોડ રૂપિયાની લોન આપીશું. આ લોન મારફતે દુકાન માલિક પોતાના કારોબારનું ડિજિટલકરણ કરી શકશે તેમજ પરિચાલનમાં વિવિધતા લાવી શકશે. તેનાથી તેમની પ્રોડક્ટિવિટીમાં સુધાર થશે અને તેને ડિજિટલ ઈન્ડિયા મિશનમાં સામેલ થવામાં મદદ મળશે.

કંપનીએ કહ્યું કે, તેનું લક્ષ્ય 1000 કરોડ રૂપિયાની લોન માર્ચ સુધી આપવાનું છે. પેટીએમ દુકાનદારોને રોજની લેવડ-દેવડના આધાર પર તેઓની લોન પાત્રતા નક્કી કરે છે અને તે બાદ NBFC તથા બેંકોની સાથે પાર્ટનરશિપમાં ગેરંટી વગર લોન ઉપલબ્ધ કરાવે છે. MSMEની વૃદ્ધિ માટે ઓછા વ્યાજદરે પાંચ લાખ રૂપિયા સુધીની ગેરંટીફ્રી લોન આપી રહી છે. આ લોનની વસૂલી દુકાનદારના પેટીએમની સાથે દૈનિક સેટલમેન્ટના આધાર પર કરવામાં આવી છે અને તેને સમયથી પહેલા ચૂકવણી પર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.