દીકરાને રમકડાંનું નહીં 2600 કરોડનું સાચું વિમાન કર્યું ગિફ્ટ, જાણો કોણ છે આ વ્યક્તિ

દીકરાને રમકડાંનું નહીં 2600 કરોડનું સાચું વિમાન કર્યું ગિફ્ટ, જાણો કોણ છે આ વ્યક્તિ

દુબઈ, 30 ઓગસ્ટ 2019, શુક્રવાર

આજ સુધી તમે સોશિયલ મીડિયા પર અનેકવાર જોયું હશે કે કોઈ પિતાએ તેના દીકરાને કાર, બાઈક, મોંઘા મોબાઈલ, ફ્લેટ જેવી વસ્તુઓ ગિફ્ટમાં આપી હોય. પરંતુ હાલમાં એક પિતાએ આપેલા ગિફ્ટની ચર્ચા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ખબર સાઉદી અરબની છે. જ્યાં એક વ્યક્તિએ તેના દીકરાને જન્મદિવસે રમકડાંનું નહીં પરંતુ સાચું વિમાન ગિફ્ટ કર્યું છે. 

જાણવા મળ્યાનુસાર આ વ્યક્તિએ પોતાના દીકરાઓ માટે બે એરબસ ખરીદી છે. આ બંનેની કીમત 2600 કરોડ રૂપિયા છે. જ્યારે આ વ્યક્તિ એરબસ ખરીદી રહ્યો હતો ત્યારે તેને કંપનીના અધિકારીઓએ પ્રશ્ન પણ પુછ્યો પરંતુ તેને અંગ્રેજી ભાષા ન આવડતી હોવાથી જે પ્રશ્નોના જવાબ આપી શક્યો નહીં. પરંતુ તેણે પોતાનો ઓર્ડર બુક કરી દીધો. 

આ વ્યક્તિએ 29 મિલિયન યૂરો ખર્ચ કરી આ એરક્રાફ્ટ ખરીદ્યું છે. આ વ્યક્તિના દીકરાને એરક્રાફ્ટ ખૂબ ગમે છે. તે રમકડાં તરીકે પણ ફ્લાઈટ, ફાઈટર પ્લેનને જ પસંદ કરે છે. આ ખબર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પરંતુ કેટલાક લોકો તેને ફેક પણ કહે છે. જો કે જે વ્યક્તિએ એરબસ ખરીદી છે તે એક નિવેશક છે અને ઊર્જા ક્ષેત્રના અનેક પ્રોજેક્ટમાં રોકાણ કરી ચુક્યા છે. જો કે તેણે 2માંથી એક એરબસ પોતાના પિતરાઈ ભાઈને આપી છે.