દિવસમાં બે વાર ગાયબ થઈ જાય છે આ મંદિર, ભગવાન કાર્તિકેયએ સ્વયં બનાવ્યું હતું શિવાલય

દિવસમાં બે વાર ગાયબ થઈ જાય છે આ મંદિર, ભગવાન કાર્તિકેયએ સ્વયં બનાવ્યું હતું શિવાલય

સ્કંદપુરાણ અનુસાર આ મંદિરનું નિર્માણ આ મંદિરનું નિર્માણ કેવી રીતે થયુ અથવા તેની ઉત્પતી કેવી રીતે થઈ તેની કથા છે. રાક્ષસ તાડકાસુરે પોતાની કઠોર તપસ્યાથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. જ્યારે શિવ તેમની સામે પ્રગટ થયા તેમણે વરદાન માગ્યું કે તેમને ફક્ત શિવજીનો પુત્ર જ મારી શકશે અને તે પણ માત્ર 6 દિવસની ઉમરનો. શિવે તેને તે વરદાન આપી દીધુ. વરદાન મળતા જ તાડકાસુરે હાહાકાર મચાવવાનો શરૂ કરી દીધો. જેથી દેવતા મહાદેવ પાસે પહોંચ્યા. શિવ-શક્તિથી શ્વેત પર્વતના કુંડમાં ઉત્પન્ન થયેલા શિવ પુત્ર કાર્તિકેયને 6 માથા, 4 આંખો, 12 હાથ હતા. કાર્તિકેયએ જ માત્ર 6 દિવસથી ઉમરમાં તાડકાસુરનો વધ કર્યો હતો.

જ્યારે કાર્તિકેયને ખબર પડી કે તાડકાસુર ભગવાન શિવનો ભક્ત હતો ત્યારે તે ઘણા દુખી થયા. પછી ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને કહ્યું કે તે વધસ્થળ પર શિવાલય બનાવી દે. તેનાથી તેનું મન શાંત થશે. ભગવાન કાર્તિકેય આવુ જ કર્યું. પછી બધા દેવતાઓએ મળી ને મહિસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદન સ્તંભની સ્થાપના કરી, જેને આજે સ્તંભેશ્વર તીર્થ તરીકે ઓળકવામાં આવે છે.

( Source – Sandesh )