દિલ્હી ચૂંટણી : 1 મહિનામાં ફેસબુક પર 2 કરોડની જાહેરખબર અપાઈ

દિલ્હી ચૂંટણી : 1 મહિનામાં ફેસબુક પર 2 કરોડની જાહેરખબર અપાઈ

। નવી દિલ્હી ।

દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના એક મહિના દરમિયાન ફેસબુક પર અંદાજે ૨ કરોડની જાહેરખબરો આપવામાં આવી હતી. ૭ જાન્યુઆરીથી ૮ ફેબ્રુઆરી સુધી ફેસબુક પર આમ આદમી પાર્ટીએ સૌથી વધારે ૪૬.૮૮ લાખનો ખર્ચ કર્યો હતો. આ તમામ ખર્ચ ૭ જાન્યુઆરીથી ૮ ફેબ્રુઆરીની વચ્ચે થયો હતો. રિપોર્ટ અનુસાર ચૂંટણી જાહેરખબરો પર ખર્ચ કરવાના મામલે આમ આદમી પાર્ટી સૌથી આગળ છે. જોકે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપે સૌથી વધારે જાહેરખબર આપી હતી. પ્રચારના છેલ્લા દિવસ ૬ ફેબ્રુઆરીએ ભાજપે ૪.૩૬ લાખની જાહેરખબર આપી હતી તો છેલ્લા અઠવાડિયામાં ભાજપે જાહેરખબરો પાછળ ૨૪.૦૫ લાખનો ખર્ચ કર્યો હતો. પ્રચાર પૂરો થયા બાદ એક પણ પાર્ટીએ જાહેરખબર આપી નહોતી.

૭ જાન્યુઆરીથી ૮ ફેબ્રુઆરીની વચ્ચે થયેલ ખર્ચ

આપ                                   રૂ. ૪૬,૮૮,૨૫૫

દિલ્હી ભાજપ                           રૂ. ૩૧,૬૧,૭૮૦

માય દિલ્હી-માય પ્રાઈડ                 રૂ. ૧૪,૭૩,૦૮૮

દિલ્હી કોંગ્રેસ-                          રૂ. ૧૩,૬૭,૦૩૯

લગે રહો કેજરીવાલ (આપ સમર્થક)     રૂ. ૧૧,૯૦,૧૪૩

૨ થી ૮ ફેબ્રુ.ની વચ્ચે ખર્ચ કરનાર ફેસબુક પેજ

દિલ્હી ભાજપ                           રૂ. ૨૪,૦૫,૬૦૮

માય દિલ્હી-માય પ્રાઈડ                         રૂ. ૧૩,૯૭,૬૯૯

આપ                                   રૂ. ૬,૦૫,૨૭૫

સૌરભ ભારદ્વાજ (આપ ઉમેદવાર)       રૂ. ૨,૨૭,૯૮૮

દિલ્હી કોંગ્રેસ                           રૂ. ૨,૨૨,૬૪૫

ધરમપાલ લકરા (આપ ઉમેદવાર)      રૂ. ૧,૧૬,૭૭૭

આપ કે પાપ (ભાજપ સમર્થક)         રૂ. ૯૫,૧૬૩