દારૂ માણસને પીવે છે / દારૂની તલપ સહન ન થતાં 30 વર્ષીય યુવકે ફાંસો ખાધો

દારૂ માણસને પીવે છે / દારૂની તલપ સહન ન થતાં 30 વર્ષીય યુવકે ફાંસો ખાધો

નવસારી. નવસારીના આમરી ગામે 30 વર્ષીય ખલાસીએ પોતાના મામાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. થોડા દીવસ અગાઉ જ બોટમાંથી પરત ફરતા તેને 14 દિવસ સુધી હોમ કોરન્ટાઇન કરાયો હતો. બે દિવસ અગાઉ જ તેને હોમ કોરન્ટાઇન માંથી મુક્તિ મળી હતી. ગામના ઉપ-સરપંચે આ બાબતે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા મૃતકનું સિવિલ ખાતે પીએમ કરાયું હતું.

મામાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી
નવસારીના આમરી ગામે થોડા દિવસ અગાઉ 30 વર્ષીય હિતેશ મનુભાઈ રાઠોડ બોટની નોકરી પરથી પરત ઘરે આવ્યો હતો, ત્યારે તેને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરન્ટાઇન કરાયો હતો. બે દિવસ આગળ જ તેને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સ્વસ્થ જાહેર કરાયો હતો. જે બાદ રવિવારે બપોરે 12 વાગ્યાના આસપાસ પોતાના મામાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ હિતેશ દારૂ પીવાનો આદિ હતો અને લોકડાઉન હોવાથી દારૂ ન મળતા માનસિક અસ્વસ્થ બનીને તેને આ પગલું ભર્યું હતું. ગામના ઉપ સરપંચ વસંતભાઈએ આ બાબતે પોલીસ મથકે જાણ કરતા મૃતકનું સિવિલ ખાતે પીએમ કરાયુ હતું.