દરેક વ્યક્તિએ કાળી ચૌદસે ભૂત પૂજા કરવી જ પડે, એક દિવો અને આખી જિંદગી સફળતા

દરેક વ્યક્તિએ કાળી ચૌદસે ભૂત પૂજા કરવી જ પડે, એક દિવો અને આખી જિંદગી સફળતા

કાળી ચૌદસ (Kali Chaudas) દિવાળી (Diwali)ના એક દિવસ પહેલા આવે છે. આ દિવસે મહાકાળી (Mahakali) માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મહાકાળી માતાની આરાધના કરવામાં આવે છે. મહાકાળી માતાના આશિર્વાદથી દુશ્મનો સામે વિજય પ્રાપ્ત કરવામાં સફળતા મળે છે. કાળી ચૌદસ અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે.

કાળી ચૌદસની પૂજાને ભૂત પૂજાના નામે પણ ઓળખવામાં આવે છે. આ પૂજા મોટા દેશના મોટા ભાગના પશ્ચિમિ રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં થાય છે. કહેવામાં આવે છે આ પૂજાને કરવાથી જાદુ, ટોટકા, બેરોજગારી, બીમારી, શનિ દોષ, દેવું, બિઝનેસમાં નુક્શાન જેવી સમસ્યાઓનો ખાત્મો થઇ જાય છે.

આ વસ્તુ અવશ્ય કરો

કાળી ચૌદસની પૂજામાં અગરબત્તી, ધુપ, ફુલ, અડદની કાળી દાળ, ગંગાજળ, હળદર, હવન સામગ્રી, કળશ, કપૂર, કંકૂ, નાળિયેર, દેસી ઘી, ચોખા, સોપારી, શંખ, લાકડું, સળગાવવા માટે માચીસ, નાની-નાની અને પાતળી લાકડીઓ, ગોળ અને રંગોળીનો ઉપયોગ કરવામાં આવે છે.

પૂજા વિધિ

કાળી ચૌદસની પૂના કરતા પહેલા અભ્યંગ સ્નાન કરવું પડે છે. એવી માન્યતા છે કે, અભ્યંગ સ્નાન કરવાથી વ્યક્તિ નરકમાં જવાથી બચી શકે છે. એવું પણ કહેવામાં આવે છે કે, અભ્યંગ સ્નાનમાં પોતાના શરીર પર ખુશ્બૂ લગાવીને પૂજામાં બેસવું જોઇએ. કાળી ચૌદસની પૂજામાં મા કાળકાની મૂર્તિની સ્થાપના કરો. જ્યારે તમે મહાકાળી માની સ્થાપના કરો તેના પછી દીવો પ્રગટ કરો. તેના પછી હળદર, કંકૂ, કપૂર મહાકાળી પર ચઢાવો.

આવું કરવાથી સમસ્યાઓ દૂર થાય છે.

પહેલા ગામડાઓના ઘરોમાં એક વૃદ્ધ આખા ઘરમાં દિવો સળગાવી ફેરવે છે અને ઘરના દરેક ખૂણામાં તેનું અજવાળું પાથરે છે આ દરમ્યાન ઘરમાં કોઇ અન્ય વ્યક્તિ તે દિવાને જોતું નથી. કારણ કે એવું કહેવામાં આવે છે કે, આ દિવો યમનો દિવો હોય છે. આથી આ દિવાને ઘરમાં ફેરવ્યા બાદ બહાર મૂકી દેવામાં આવે છે. દિવાળીના એક દિવસ પહેલા આવું કરવાથી દરિદ્રતા દૂર થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે, દરેક વ્યક્તિએ દિવાળીના એક દિવસ પહેલા આ ભૂત પૂજા કરવી જોઇએ.