ત્રીજા ભાગની મહિલા મફતમાં ભોજન મળે તે માટે રોમેન્ટિક ડેટ પર જાય છે

ત્રીજા ભાગની મહિલા મફતમાં ભોજન મળે તે માટે રોમેન્ટિક ડેટ પર જાય છે

તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસના તારણમાં જણાવવામાં આવ્યું છે કે ડેટ પર જતી પ્રત્યેક ત્રણ મહિલાએ એક મહિલા તો માત્ર વિનામૂલ્યે ભોજન મળતું હોવાથી જ ડેટ પર જતી હોય છે. સંશોધકોએ આવી મહિલાઓને ફૂડી કોલ્સ જેવું નામ આપ્યું છે. આ એવી મહિલાઓ એવા પ્રકારની હોય છે કે જેની સાથે ડેટ પર જતી હોય તેની સાથે રોમાન્સ કરીને શરાબ અને ભોજનમાં રૂચિ નથી ધરાવતી હોતી, પરંતુ માત્ર વિનામૂલ્યે મળતા ભોજનમાં જ રૂચિ ધરાવતી હોય છે.

આ સંદર્ભમાં થયેલા બે ઓનલાઇન સર્વેક્ષણ દરમિયાન ૨૩થી ૩૩ ટકા જેટલી મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ ફૂડી કોલ્સનો સ્વીકાર કરીને ડેટ પર જતી હોય છે. જે મહિલાઓ પરંપરાગત વિચારો ધરાવીને એવું માનતી હોય છે કે પુરૂષે કમાણી કરવા બહાર જવાનું હોય છે અને સ્ત્રીએ ઘરનું ધ્યાન રાખવાનું હોય છે તેવી મહિલા ફૂડી કોલનો સ્વીકાર કરવામાં આગળ હોય છે. આ સંદર્ભમાં આરંભે ૮૨૦ મહિલાઓ પર અભ્યાસ થયો હતો. તે પૈકી ૪૦ ટકા મહિલાએ જણાવ્યું હતું કે તે સિંગલ છે, ૩૩ ટકા મહિલા પરિણીત હતી. ૨૭ ટકા મહિલાએ જણાવ્યું હતું કે તે કોઈ એક સાથે સંબંધ જાળવવા પ્રતિબદ્ધ થઇ ચૂકી છે પરંતુ હજી લગ્ન નથી કર્યા. ૮૫ ટકા મહિલાએ જણાવ્યું હતું કે તેઓ તીવ્ર વિજાતીય આકર્ષણ ધરાવે છે અને હાલમાં અભ્યાસ પર ધ્યાન આપી રહી છે.

નારી તરીકે પોતાની ભૂમિકાની સમજ અને ફૂડી કોલ્સ અંગે તેમના વલણોને ખુલ્લા પાડે તેવા તમામ પ્રશ્નોના આ મહિલાઓએ ખૂલીને જવાબ આપ્યા હતા. તેમને એવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો કે ફૂડી કોલ્સ સામાજિક રીતે સ્વીકાર્ય છે? ૨૩ ટકા મહિલાએ જણાવ્યું હતું કે તેઓ ક્યારેક ક્યારેક ફૂડી કોલ્સનો સ્વીકાર કરે છે. જે મહિલાઓ ફૂડી ઔકોલ્સનો સ્વીકાર કરતી હતી તેમનું કહેવું હતું કે ફૂડી કોલ્સ સામાજિક રીતે વધુ સ્વીકારપાત્ર છે. પરંતુ બાકીની મહિલાનું કહેવું હતું કે ફૂડી કોલ્સ અસ્વીકાર્ય ઘટના છે.

રોમેન્ટિક ડેટિંગ અને ફૂડી કોલ્સ બે અલગ ઘટના છે? 

મનોવિજ્ઞા।ન અંગેના એક મેગેઝિનમાં બીજા અભ્યાસના તારણો પણ પ્રકાશિત થયા હતા. તેમાં તીવ્ર વિજાતીય આકર્ષણ ધરાવતી ૩૭૫ મહિલાને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તે પૈકી ૩૩ ટકા મહિલાએ સ્વીકાર કર્યો હતો કે તેઓ ફૂડી કોલ્સને આવકારે છે. આ સંશોધનના સહાયક અને અઝુસા પેસિફિક યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. બ્રાયન કોલિસને જણાવ્યું હતું કે રોમાન્ટિક ડેટિંગ એક અલગ ઘટના છે. તેમાં રાત્રિ રોકાણ, અન્યોન્ય રતિક્રીડાની તસવીરો પાઠવવી જેવા વલણો જોવા મળતા હોય છે, જ્યારે સમાચારોમાં તેનાથી અલગ પ્રકારના જ માનસિક વલણને વાચા આપતા ફૂડી કોલ્સ અંગે જાણવા મળતાં આ પ્રકારના માનસિક વલણ સંબંધે અભ્યાસ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. ડો. કોલિસનું કહેવું છે કે વર્તમાન સંશોધનની મદદથી એ નથી જ જાણી શકાયું કે હકીકતે કેટલી સંખ્યા લોકો ફૂડી કોલ્સમાં રસ ધરાવતા હતા. પોતાની ડેટિંગ હિસ્ટ્રીને હકારાત્મક રૂપ આપવા મહિલા કદાચ ખોટું બોલી રહી હોય તેની સંભાવના પણ ખરી.

અમેરિકી સ્લેંગ વળી બીજો અર્થ કહે છે 

સંશોધકો એ બાબતની પણ નોંધ લે છે કે ફૂડી કોલ્સ અનેક પ્રકારના સંબંધોનું માધ્યમ હોઇ શકે છે. પુરૂષ અને મહિલા એમ બંને આ પ્રકારના માનસિક વલણો ધરાવી શકે છે. અમેરિકી સ્લેંગ ફૂડી કોલ્સનો અર્થ વળી બીજો જ થાય છે. તેમાં રતિક્રીડા માટેનું આમંત્રણ જ હોય છે. હવે તે શબ્દ બ્રિટન સુધી પણ પહોંચી ચૂક્યો છે. ઓનલાઇન ડેટિંગમાં આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે.