… તો 25 વર્ષની હોમ લોનમાં એક જ ઝાટકો ઓછા થઈ જશે રૂપિયા 10 લાખ

… તો 25 વર્ષની હોમ લોનમાં એક જ ઝાટકો ઓછા થઈ જશે રૂપિયા 10 લાખ

બેંક ઓફ બરોડા, સિંડિકેટ બેંક અને યૂનિયન બેંક ઓફ ઈંડિયાએ પોતાના પ્રાઈમ અને સબ-પ્રાઈમ ગ્રાહકોને અલગથી તારવવાના શરૂ કરી દીધા છે. હવેથી લોન આપવાની નવી વ્યવસ્થામાં તેમની પાસે જુદાજુદા વ્યાજદર વસુલવામાં આવશે.

ગ્રાહકોને અલગ તારવવાની આ પ્રક્રિયા બેંક ક્રેડિટ સ્કોરના આધારે હાથ ધરી રહી છે. બેંક ઓફ બરોડા 760 થી વધારે ક્રેડિટ સ્કોર ધરવાતા ગ્રાહકો પાસેથી 675-724 ધરાવતા ગ્રાહકોની સરખામણીમાં એક ટકો વ્યાજ ઓછું લેશે.

ક્રેડિટ સ્કોર ઓછો તો હોમ લોન પર વ્યાજ વધારે

બેંક ઓફ બરોદાના જે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર 675થી 724 વચ્ચે છે, તેમની પાસેથી હોમલોન પર બેંક 9.10 ટકા વ્યાજ વસુલશે, જ્યારે 760થી વધરે ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો પાસેથી 8.1 ટકા વ્યાજ લેવામાં આવશે. તેનાથી સારો ક્રેડિટ સ્કોર ધરાવનારા ગ્રાહકો બેંકો પાસે વ્યાજદરને લઈને ભાવતાલ કરાવી શકશે.

સારો ક્રેડિટ સ્કોર લોન મર્યાદામાં પણ કરાવશે લાભ

આરબીઆઈએ બેંકોને લોન સંબંધિત જોખમોના આધારે વ્યાજ નક્કી કરવાની આઝાદી આપી છે. તેમાં તે દેવા પર એક્સટર્નલ બેંચમાર્કથી કેટલાક ટકા જ વધારે લોન લઈ શકશે. આમ કરવાથી લોનના વ્યાજ દરોમાં ક્રેડિટ સ્કોરની ભૂમિકા વધશે. 1લી ઓક્ટોબરથી બેંક નવા ફ્લોરિંગ રેટ રિટેલ લોન માટે એક્સટર્નલ બેંચમાર્કને અમલમાં મુકી ચુકી છે. રિઝર્વ બેંકે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એક આદેશમાં બેંકો નિયમ અનિવાર્ય બનાવી દીધો હતો. જેથી હવેથી લોનને મંજુરી આપતા પહેલા હમે માત્ર લોન લેનારનો ક્રેડિટ સ્કોર મહત્વનો રહેશે પણ તેનો લાભ લોનની આખી ચુકવણી દરમિયાન પણ મળતો રહેશે.

સમજો આખુ ગણિત

ઉદાહરણ તરીકે જો 5 લાખની હોમ લોન પર વ્યાજદર 9.1 ટકા વાર્ષિક છે તો તેમાં એક ટકાનો ઘટાડો થતા 3,380 રૂપિયાની મહિને બચત થશે અને 25 વર્ષની લોન હશે તો 10 લાખ રૂપિયા ઓછા થશે. બેંક ઓફ બરોડામાં મોર્ગેજ અને અધર રિટેલ એસેટ્સના હેડ વીરેન્દ્ર શેઠીએ જણાવ્યું  હતું કે, જો એક વર્ષ બાદ લોન ધારક પોતાના ક્રેડિટ સ્કોરમાં સુધારો કરે તો તે વ્યાજદર વધારે ઘટાડી શકે છે. તેવી જ રીતે જો તેનો ક્રેડિટ સ્કોર 760થી નીચ્યે રહેશે તો તેના લોનના હપ્તા પર ભારણ વધી પણ શકે છે.

… તો ક્રેડિટ સ્કોર ખરાબ થશે

સિંડિકેટ બેંકે પણ ક્રેડિટ સ્કોરમાં 50 પોઈન્ટના ઘટાડા પર ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ વધારવાનો નિર્ણય લીધો છે. બેંકના એમડ્દી અને સીઈઓ મૃત્યુંજપ મહાપાત્રાએ જણાવ્યું હતું કે, લોન લેનાર વ્યક્તિ જો છેલ્લા એક વર્ષમાં ત્રણ વાર ઈએમઆઈ ચુકવણીમાં 30 દિવસથી વધારે સમયનું મોડું કરે તો તેનાથી પણ ક્રેડિટ પ્રોફાઈલ ખરાબ થઈ શકે છે.