…તો હવે Facebookનો ઉપયોગ કરવાના પણ આપવા પડશે પૈસા, જાણો વિગતે

…તો હવે Facebookનો ઉપયોગ કરવાના પણ આપવા પડશે પૈસા, જાણો વિગતે

જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત આવે ત્યારે ફેસબુકનું નામ પહેલા આવે છે. હાલમાં વિશ્વભરમાં 2 અબજથી વધુ ફેસબુક વપરાશકારો છે અને તેના વપરાશકારોની સંખ્યા દરરોજ વધી રહી છે. ઘણી વખત ફેસબુક પર પણ યુઝર્સનો ડેટા લીક કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, પરંતુ તે છતા યુઝર્સનું પસંદનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની રહ્યું છે. ફેસબુકની સૌથી અગત્યની બાબત એ છે કે તેની સેવા સંપૂર્ણપણે મફત છે અને તે વપરાશકર્તાઓ પાસેથી કોઈપણ પ્રકારના પૈસા માંગતી નથી. જો કે, હવે લાગે છે કે ફેસબુક આગામી સમયમાં તેની સેવાઓ માટે વપરાશકર્તાઓ પાસેથી પૈસા લેવાનું શરૂ કરશે.

ફેસબુક એકાઉન્ટ બનાવવા માટે વપરાશકર્તાઓએ પહેલા મેઈન પેજ પરના સાઇનઅપ વિકલ્પ પર જવું પડશે. આજથી થોડા દિવસો પહેલા ફેસબુક સાઇનઅપ વિકલ્પ હેઠળ ‘ઇટ્સ ફ્રી અને હંમેશા રહેશે’ ની ટેગલાઇન જોવા મળતી હતી.

સૂત્રો મુજબ, ફેસબુક 7 ઓગસ્ટની આસપાસ તેને બદલી ચુક્યું છે અને આ ફેરફાર ભારતમાં ફેસબુકના મેઈન પેજ પર પણ જોઇ શકાય છે.

યુઝર્સ માટે ફ્રી હોવા છતાં ફેસબુક સારી કમાણી કરી રહ્યું છે. જાહેરાત એ કંપનીની કમાણીનો મુખ્ય સ્રોત છે. ફેસબુક વપરાશકર્તાઓને મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહેવાનો વિકલ્પ આપે છે, પરંતુ બદલામાં તે વપરાશકર્તાઓનો અંગત ડેટા પણ એકત્રિત કરે છે. તે આ ડેટા અન્ય કંપનીઓ સાથે શેર કરે છે જેથી તેઓ વપરાશકર્તાઓને લક્ષ્યાંકિત કરવા માટે તેમની જાહેરાતો બતાવીને બિઝનેસમાં વધારો કરી શકે. આ કંપનીઓ એડ સ્પેસનો ઉપયોગ કરવાના બદલામાં ફેસબુકને સારા પૈસા આપે છે.

ફેસબુકમાં થયેલા આ બદલાવથી વપરાશકર્તાઓમાં ઘણી મૂંઝવણ ઉભી થઈ છે. કેટલાક કહે છે કે ફેસબુક દ્વારા અચાનક કરવામાં આવેલા પરિવર્તનથી એવું માનવામાં આવે શકે છે કે આવનારા સમયમાં કંપની વપરાશકર્તાઓ પાસેથી પૈસા લેવાનું શરૂ કરશે. તો બીજી તરફ કેટલાક કહે છે કે કંપનીના માલિકો ઝુકરબર્ગ ફેસબુકના બિઝનેસ મોડેલમાં જરૂરી ફેરફારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં વપરાશકર્તાઓને ચૂકવણીના સબ્સ્ક્રિપ્શન્સ આપવામાં આવશે.

આ સમગ્ર મામલે ફેસબુક દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે, સાઇટના મેઈન પેજ પર કરવામાં આવેલો આ ફેરફાર એકદમ નાનો છે. કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું કે ફેસબુક વપરાશકર્તાઓ ચૂકવેલ સબ્સ્ક્રિપ્શન્સની ઓફર પણ કરી શકે છે. મફત ફેસબુકની તુલનામાં કંપની ફેસબુકના પેઇડ વર્ઝનમાં કેટલીક વધારાની સુવિધાઓ પ્રદાન કરી શકે છે. આ ક્ષણે ફેસબુકની વ્યૂહરચના શું છે અને તેણે મુખ્ય પૃષ્ઠ પર કેમ આ ફેરફાર કર્યો છે તે નિશ્ચિતરૂપે કંઇ કહી શકાય નહીં.