તો આવતા 50 વર્ષ સુધી ભાજપ જ રહેશે સત્તામાં, ઘડ્યો આ માસ્ટર પ્લાન

તો આવતા 50 વર્ષ સુધી ભાજપ જ રહેશે સત્તામાં, ઘડ્યો આ માસ્ટર પ્લાન

લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પાર્ટી કાર્યકર્તાઓને કહેતા હતાં કે,, આ વખતે જીતીશું તો 50 વર્ષ સુધી આપણે હારીશું જ નહીં. આ કોઈ શેખી કે માત્ર ચૂંટણીનો જુમલો નહોતો. આ ચૂંટણીમાં ભાજપે જાતિવાદના બંધનો તોડીને લગભગ 50 ટકા વોટ મેળવ્યા છે અને હવે ભાજપ અને સંઘ તેના આગામી મિશન પર કામે પણ લાગી ગયા છે.

સંઘ અને ભાજપનું માનવું છે કે, તે 2019ની ચૂંટણીમાં દેશના દલિત વોટોમાં મસમોટું ગાબડું પાડવામાં સફળ રહ્યાં છે. હવે આગામી નીતિ એવી છે કે, દલિતોમાંથી જ એવા નેતા તૈયાર કરવામાં આવે અને તેમની એક મજબુત વોટબેંક પણ ઉભી કરી દેવામાં આવે.

દેશમાં દલિતોનો રાષ્ટ્રીય સ્તરે કોઈ એક નેતા નથી અને જે છે તેમનો જનાધાર ધસી રહ્યો છે. તેવામાં દરેક 1 હજાર દલિત વોટરો પાછળ સંઘ કે ભાજપનો એક પ્રબુદ્ધ કાર્યકર્તા લગાવવામાં આવી રહ્યો છે. આ કાર્યકર્તાઓનું રોજનું કામ એક હજાર દલિત મતદાતાઓને જોવાનું છે. તેમના માટે તેમનું ભારત માત્રસ એક હજાર દલિત મતદારો જ છે.

ભાજપના કાર્યકર્તાઓ એક હજાર દલિત મતદાતાઓ વચ્ચે કેન્દ્રની મોદી સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓની યાદી તૈયાર કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ કામ શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યા બાદ તેમનું કામ એવા લોકોને પસંદ કરવાનું છે જેમને સરકારી યોજનાઓનો લાભ અપાવી શકાય. ઉત્તર પ્રદેશમાં આ કાર્યક્રમોને વધારે આક્રમક રીતે ચલાવવામાં આવશે.

સરકારી યોજનાઓનો લાભ મળવાથી મતદાતા મનોવૈજ્ઞાનિક રૂપે તે પાર્ટી તરફ ઝુકવા લાગે છે જેની સરકાર હોય.

આગામી બે ત્રણ વર્ષમાં જો આ કાર્યક્રમ રણનીતિ પ્રમાણે આગળ વધતો રહ્યો તો દલિત મતદાતાઓ ભાજપની અકબંધ વોટબેંકમાં ફેરવાઈ જશે. જો આમ થાય તો દેશભરમાં કોંગ્રેસે દલિત-મુસલીમ સમીકરણના આધારે આટકા વર્ષો સુધી રાજ કર્યું, એટલા જ વર્ષો સુધી ભાજપને પણ રાજ કરતી રોકવી મુશ્કેલ સાબિત થશે. જોકે ભાજપને મુસલમાનોનું સમર્થન નહીં મળી શકે પરંતુ તેની ભરપાઈ બીજી જગ્યાએથી ભરાઈ જશે અને ભાજપ આગામી 50 વર્ષ સુધી અજેય બની જશે.