તેજસ્વી યાદવ 44 ટકા સાથે બિહારના મુખ્યમંત્રી પદની પહેલી પસંદ, ‘સુસાશન બાબુ’ ઉંધે કાન

તેજસ્વી યાદવ 44 ટકા સાથે બિહારના મુખ્યમંત્રી પદની પહેલી પસંદ, ‘સુસાશન બાબુ’ ઉંધે કાન

બિહાર વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Election)માં તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. આ ચૂંટણીમાં જુદી જુદી પાર્ટીઓના 6 મુખ્યમંત્રી (Chief Minister Face)ના ચહેરા ચૂંટણી મેદાનમાં પોતાનું કિસ્મત અજમાવી રહ્યાં છે. તેવામાં બિહારમાં કોણ બાજી મારશે તેનો ફેંસલો તો 10 નવેમ્બરે જ થશે પણ આજે સામે આવેલા એક્ઝિટ પોલ (Exit Poll)માં RJD નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav) મુખ્યમંત્રી તરીકે લોકોની પહેલી પસંદ બન્યા છે. જ્યારે વર્તમાન મુખ્યમંત્રી તરીકે બિહારના લોકોની બીજા નંબરની પસંદ બન્યા છે.

ઈંડિયા ટુડે-એક્સિસ માય ઈંડિયા (India Today-My Axis India)ના સર્વે પ્રમાણે મુખ્યમંત્રી પદ માટે આરજેડી (RJD)નેતા તેજસ્વી યાદવને બિહારમાં 44 ટકા લોકો જોવા માગે છે. તેજસ્વી યાદવનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. જ્યારે નીતિશ કુમાર (Nitish Kumar) આ રેસમાં પાછળ ઘકેલાઈ રહ્યા છે. નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે 33 ટકા લોકો પસંદ કરી રહ્યા છે. નીતિશ કુમાર માટે આ સૌથી મોટો ઝટકો હશે. જોકે, બિહારની ચૂંટણી આ બંન્ને નેતાઓની આસપાસ મંડરાઈ રહી હતી.

NDAથી અલગ થઈને એકલા હાથે ચૂંટણી લડી રહેલા એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાનના નામ પર ફક્ત 7 ટકા લોકો મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. જો કે, બિહારમાં ત્રીજા નંબરના ચહેરા તરીકે તેઓ ઉભરી આવ્યા છે એ વાત ચોક્કસ છે. ચિરાગ પાસવાને બિહારની 243 સીટોમાંથી 135 સીટો પર પોતાની ઉમેદવારો ઉતાર્યા હતા. જેમાં મોટા ભાગના ઉમેદવારો જેડીયુ વિરુદ્ધ હતા.

બિહારમાં 43 ટકા મહિલાઓ પણ મુખ્યમંત્રી તરીકે તેજસ્વીને જ પોતાની પહેલી પસંદ ગણાવી રહે છે. જ્યારે 42 ટકા મહિલાઓએ નીતિશ કુમારને સમર્થન કર્યું છે. પુરૂષોમાં આ આંકડો 37 ટકા લોકો માટે નીતિશ  કુમાર પહેલી પસંદ છે તો તેજસ્વીને 44 ટકા લોકો મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.

ગ્રાન્ડ ડેમોક્રેટિક સેક્યુલર ફ્રન્ટમાં મુખ્યમંત્રીનો ચહેરો રહેલા રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા હતા. જેમને બસપાથી લઈને અસદ્દદીન ઓવૈસીની પાર્ટીએ પણ સમર્થન કર્યુ હતું. ત્યારે આવા સમયે એક્ઝિટ પોલ મુજબ ઉપેન્દ્ર કુશવાહને બિહારમાં 4 ટકા લોકો સીએમ તરીકે પસંદ કરી રહ્યા છે. આરએલએસીએ 99 ટકા સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા.

આ ઉપરાંત બિહારમાં પ્રગતિશીલ લોકતાંત્રિક ગઠબંધન તરફથી મુખ્યમંત્રીના ચહેરા તરીકે જન અધિકારી પાર્ટીના પ્રમુખ રાજીવ રંજન (પપ્પુ યાદવ) હતા. જેમને ફક્ત 1 ટકા લોકો જ મુખ્યમંત્રી તરીકે પસંદ કરી રહ્યા છે.

બિહારમાં પ્લૂરલ્સ પાર્ટીની પ્રમુખ અને પોતાની જાતને જ મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે જાહેર કરનારી પુષ્પમ પ્રિયાને ફક્ત 1 ટકા લોકો જ મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે. ભાજપના દિગ્ગજ નેતા ગિરીરાજ સિંહ પણ 1 ટકા લોકોની પસંદ બન્યા છે. 3 ટકા લોકો એવા પણ છે જે કોઈને પણ મુખ્યમંત્રી તરીકે જોવા માગતા નથી.

મહાગઠબંધનનો ચહેરો તેજસ્વી યાદવ રહ્યા હતા. તેજસ્વીએ એકલા હાથે લગભગ અઢીસો જેટલો રેલીઓ કરી છે. ચાર રોડ શો કર્યા હતા. તેમણે એક જ દિવસમાં જ દિવસમાં બિહારમાં 19 જાહેરસભા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડમાં તે પિતા લાલૂ યાદવથી પણ આગળ નિકળી ગયા છે.