તાંત્રિકોનું પ્રિય એવું કામાખ્યા દેવીનું મંદિર થશે ત્રણ દિવસ માટે બંધ જાણો શું છે રહસ્ય

તાંત્રિકોનું પ્રિય એવું કામાખ્યા દેવીનું મંદિર થશે ત્રણ દિવસ માટે બંધ જાણો શું છે રહસ્ય

દેવીની 51 શક્તિપીઠોમાં એક એવી કામાખ્યા દેવીનું આ મંદિર ખુબજ પ્રખ્યાત છે કહેવાય છે કે અહીં દેવી સતીની યોની પડી હતી, આ મંદિરની ખાસિયત એ છે કે અહીં દેવીની મૂર્તિ નથી, અહીં યોની રૂપની પૂજા કરવામાં આવે છે. 51 શક્તિપીઠોમાંથી એક કામાખ્યા શક્તિપીઠ ઘણું પ્રસિદ્ધ અને ચમત્કારી છે. કામાખ્યા દેવીનું મંદિર અઘોરીઓ અને તાંત્રિકોનું ગઢ માનવામાં આવે છે , આસામની રાજધાની દિસપુરથી લગભગ 7 કિલોમીટર દૂર રહેલું આ શક્તિપીઠ નીલાંચલ પર્વતથી 10 કિલોમીટર દૂર છે.

કામાખ્યા મંદિર તમામ શક્તિપીઠોનું મહાપીઠ માનવામાં આવે છે. આ મંદિરમાં દેવી દુર્ગામાં કે અંબેમા કે કોઈ ચિત્ર દેખાશે નહિ.પરંતુ મંદિરમાં એક કુંડ બનાવેલો છે જે હંમેશા ફૂલોથી ઢાંકેલો હોય છે , આ કુંડમાંથી હંમેશા પાણી નીકળતું રહે છે. ચમત્કારોથી ભરેલા આ મંદિરમાં દેવીની યોનિની પૂજા કરવામાં આવે છે અને યોનિભાગ હોવાથી માતા રજસ્વલા પણ થાય છે.મંદિર સાથે ઘણી બીજી રોચક વાતો જોડાયેલી છે.

આ શક્તિપીઠ માતાની તમામ પીઠોમાં મહાપીઠ માનવામાં આવે છે. આ શક્તિપીઠની ખુબજ રોચક કથા પ્રસિદ્ધ છે. અહીં માતા દર વર્ષે રજસ્વલા થાય છે. આ દરમિયાન મંદિરને બંધ કરી દેવામાં આવે છે. જ્યારે મંદિરને બંધ કરી દેવામાં આવે છે ત્યારે અહી અમ્બુવાચી મેળાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અહીંયા અમ્બુવાચી મેળા દરમિયાન પાસે રહેલ બ્રહ્મપુત્રનું પાણી ત્રણ દિવસ માટે લાલ થઇ જાય છે.પાણીનું આ લાલ રંગ કામાખ્યા દેવીના માસિક ધર્મના કારણે થાય છે .પછી ત્રણ દિવસ પછી દર્શન માટે ભક્તોની ભીડ મંદિરમાં ઉમટી પડે છે. 

કામાખ્યા દેવી મંદિરમાં પ્રસાદ રૂપે લાલ રંગનું ભીનું કપડું આપવામાં આવે છે , કહેવામાં આવે છે કે જયારે માંનું ત્રણ દિવસના રજસ્વલા થાય છે , તો સફેદ કલરનું કપડું મંદિરની અંદર પાથરી દેવામાં આવે છે.ત્રણ દિવસ પછી જયારે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે તે કપડું માતાના રજથી લાલ રંગથી ભીનું હોય છે.આ કપડાને અમ્બુવાચી વસ્ત્ર કહે છે.આને જ ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે.

આ વખતે આ મેળો 22 જૂનથી શરૂ થઈ રહ્યો છે. આઓ જાણીએ મંદિરની ખાસ વાતો અંગે

મંદિર 22 જૂને બંધ કરી દેવામાં આવશે. 26 જૂન સવારે દેવીને પૂજા સ્નાન કરાવ્યા પછી મંદિરના દ્વાર ખુલશે, ત્યારબાદ પ્રસાદનો કાર્યક્રમ શરૂ થશે.

મળે છે અહીં આ પ્રસાદ
અહીં ભક્તોને પ્રસાદ રૂપે મળે છે ભીનું કપડુ, જેને અમ્બુવાચી વસ્ત્ર કહેવામાં આવે છે. આજ કારણે મેળાનું નામ પણ અમ્બુવાચી પડ્યુ છે. કહેવાય છે કે રજસ્વલા હોવાના કારણે પ્રતિમાની આસપાસ સફેદ કપડા બીછાવી દેવામાં આવે છે. ત્રણ દિવસ પછી જ્યારે મંદિરના દરવાજા ખુલે છે આ વસ્ત્ર માતાની રજથી લાલ કલરનું બની જાય છે.

થાય છે તમામ કષ્ટો દૂર
આ જ વસ્ત્રને તમામ ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. માન્યતા છે કે જે ભક્તના હાથમાં આ પ્રસાદ આવે છે તેના તમામ કષ્ટો દૂર થાય છે. દૂર દૂરથી ભક્તો આ પ્રસાદ લેવા મેળામાં આવે છે. અહીં દર વર્ષે મેળાનું આયોજન થાય છે.

કાલી અને ત્રીપુર સુંદરી દેવી પછી કામાખ્યા માતા તાંત્રિકોની સૌથી મહત્વપૂર્ણ દેવી છે.કામાખ્યા દેવીની પૂજા ભગવાન શિવના નવવધૂના રૂપમાં થાય છે. જે મુક્તિને સ્વીકાર કરે છે અને બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. મંદિર પરિસરમાં જે પણ ભક્ત પોતાની ઈચ્છા લઈને આવે છે એની ઈચ્છા પુરી થાય છે.

માનવામાં આવે છે કે અહીંયા તાંત્રિક ખરાબ શક્તિને દૂર કરવાંમાં પણ સમર્થ હોય છે. પરંતુ તે પોતાની શક્તિઓનો ઉપયોગ ઘણો વિચારીને કરે છે. કામાખ્યાના તાંત્રિક અને સાધુ ચમત્કાર કરવામાં સક્ષમ હોય છે , ઘણા લોકો લગ્ન , બાળકો, ધન અને બીજી ઈચ્છાઓ પૂર્તિ માટે કામાખ્યાની તીર્થયાત્રા પર જાય છે.