તમામ એક્ઝિટ પોલનું સુરસુરિયું, બિહારમાં બ્રાન્ડ મોદીનો દબદબો

તમામ એક્ઝિટ પોલનું સુરસુરિયું, બિહારમાં બ્રાન્ડ મોદીનો દબદબો

। નવી દિલ્હી ।

બિહાર વિધાનસભાની ચૂંટણીની મતગણતરી જેમ જેમ આગળ વધી તેમ તેમ જાણે કે તમામ એક્ઝિટ પોલનું સૂરસૂરિયું થઇ ગયું હતું. ૭ નવેમ્બરે વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન બાદ વિવિધ સરવે એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જારી કરાયાં હતાં. જેમાં મોટાભાગની એજન્સીઓએ બિહારમાં સત્તા પરિવર્તનની સંભાવના વ્યક્ત કરતાં રાજદના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને ખોબલે ખોબલે બેઠકો આપી હતી. જોકે જેમ જેમ મતગણતરી આગળ વધી તેમ તેમ મહાગઠબંધનની પીછેહઠ થઇ હતી. ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધન એનડીએને બહુમતી દેખાતી હતી. આ સાથે ફરી એકવાર ચૂંટણીમાં બ્રાન્ડ મોદીનો દબદબો જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભાની ચૂંટણીના ૩ તબક્કામાં સંખ્યાબંધ રેલીઓને સંબોધન કર્યું હતું. આ સાથે જ બિહારની વાસ્તવિક સ્થિતિ પલટાઈ ગઈ હતી.

શું કહેતા હતા એક્ઝિટ પોલ?

ટાઇમ્સનાઉ – સીવોટર      ૧૧૬   ૧૨૦   ૦૧     ૦૬ 

ન્યૂઝએક્સ-ડીવીરિસર્ચ      ૧૧૦-૧૧૭     ૧૦૮-૧૨૩     ૦૪-૧૦         ૦૮-૨૩

ન્યૂઝ૧૮-ચાણક્ય           ૫૫                     ૧૮૦                   ૦૦                     ૦૮

એબીપી – સીવોટર      ૧૦૪-૧૨૮     ૧૦૮-૧૩૧     ૦૧-૦૩         ૦૪-૦૮

રિપબ્લિક જનકી બાત  ૯૧-૧૧૭       ૧૧૮-૧૩૮     ૦૫-૦૮         ૦૩-૦૬

ટીવી૯ ભારતવર્ષ       ૧૧૦-૧૨૦     ૧૧૫-૧૨૫     ૦૩-૦૫                 ૧૦-૧૫