તમને ગુટખા ખાવાનો શોખ હોય તો આ અહેવાલ ખાસ વાંચી લેજો, સુરતનો આંખ ઉઘાડનારો કિસ્સો

તમને ગુટખા ખાવાનો શોખ હોય તો આ અહેવાલ ખાસ વાંચી લેજો, સુરતનો આંખ ઉઘાડનારો કિસ્સો

ગુટખા ખાવાના શોખીન લોકો માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે ગુટખા ના શોખીન છો, તો ચેતી જજો. કારણ કે સુરતના બજારમાં હવે બનાવટી ગુટખાનું વેચાણ શરૂ થયું છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક નીવડી શકે છે. શહેરના બજારમાં બનાવટી ગુટખાના વેચાણ અંગેની માહિતીના આધારે ઉધના પોલીસે બનાવટી ગુટખા બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે.

સુરતમાંથી નકલી ગુટખા બનાવવાનું રેકેટ ઝડપાયું છે. સુરતની ઉધના પોલીસે અલગ-અલગ બ્રાંડની નકલી ગુટખા બનાવવામાં આવી હતી. સાધન સામગ્રી સાથે પોલીસે એક શખ્સની અટકાયત કરી છે. બનાવટી ગુટખાનું શહેરમાં બેફામ વેચાણ કરવામાં આવતું હતું. આ ઘટના મુદ્દે ઉધના પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી બ્રાન્ડેડ કંપનીના ગુટખાનું ડુપ્લિકેશન કરવામાં આવતું હતું.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉધના પોલીસે સમી સાંજે ઉધના વિસ્તારમાં આવેલ સોસાયટીના એક મકાનમાં છાપો મારી બનાવટી ગુટખા બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું હતું. જ્યાં આ રેકેટમાં સંડોવાયેલ અન્ય આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉધનાની ચંદ્રદીપ સોસાયટીના પ્લોટ નંબર 12 અને 13માં આવેલ એક મકાનમાં બનાવટી ગુટખા બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હોવાની માહિતી ઉધના પોલીસના સ્ટાફને મળી હતી. જ્યાં પોલીસે સમી સાંજે ચંદ્રદીપ સોસાયટીના પ્લોટ નંબર 12, 13માં છાપો મારતા બનાવટી ગુટખા બનાવવાનું કારખાનું મળી આવ્યું હતું.

પોલીસને અહીંથી બ્રાન્ડેડ કંપનીના ગુટખા સહિત તંબાકું અને મોટા પ્રમાણમાં સોપારીના જથ્થા તેમજ સાધન સામગ્રી મળી આવી હતી. જ્યાં પોલીસે ઘટના સ્થળથી એક શખ્સની અટકાયત કરી હતી. પોલીસના છાપા દરમ્યાન મુખ્ય સૂત્રધારો ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે સ્થળ પરથી ઇલેક્ટ્રિક વજન કાંટા, પેકિંગ મશીન, સોપારીનો મોટો જથ્થો તેમજ બનાવટી ગુટખા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ ઉપરાંત મશીનરી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.