ટ્રમ્પ પાસે સન્માનભેર વિદાય લેવાનો વિકલ્પ

ટ્રમ્પ પાસે સન્માનભેર વિદાય લેવાનો વિકલ્પ

। વોશિંગ્ટન ।

ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં પરાજય સ્વીકારવા તૈયાર નથી. પરંતુ હવે જો બાઇડેને સરસાઇ મેળવી લેતાં ટ્રમ્પ પાસે બે વિકલ્પ બાકી રહ્યા છે. પહેલો વિકલ્પ પ્રમુખપદેથી સન્માનપૂર્વક વિદાય અથવા તો વ્હાઇટ હાઉસમાંથી બળજબરીથી હકાલપટ્ટી. ટ્રમ્પ હજુ કાયદાકીય લડત આપવાની યોજના બનાવી રહ્યા છે. જો કે અમેરિકાના કાયદા નિષ્ણાતોનું માનવું છે કે ચૂંટણીનાં પરિણામ પર કાયદાકીય પડકારોની અસર પડવાની સંભાવના ઘણી ઓછી છે.about:blankabout:blank

જમાઈ કુશનર સસરાને પરાજય સ્વીકારવા મનાવે છે!

ટ્રમ્પના જમાઈ જારેદ કુશનર ઇચ્છે છે કે સસરા ટ્રમ્પ પરાજય સ્વીકારી લે. આ માટે તેઓ વ્હાઇટ હાઉસ પહોંચ્યા છે. કુશનરે ટ્રમ્પને ચૂંટણીનાં પરિણામ સ્વીકારી લેવા વિનંતી કરી છે.

ટીમ ટ્રમ્પમાં જ ડખા શરૂ, પરાજય માટે જમાઈ કુશનર જવાબદાર હોવાનો આરોપ

ટ્રમ્પની ટીમમાં પરાજય માટે આરોપ પ્રત્યારોપનો દોર ચાલુ થયો છે અને તેનું સીધું નિશાન ટ્રમ્પના જમાઇ જારેદ કુશનર છે. ટ્રમ્પની ટીમમાં જારેદ કુશનર ઘણી મહત્ત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા હતા. કુશનર પોતે દાવો કરી રહ્યા હતા કે ટ્રમ્પને બીજી ટર્મ માટે જિતાડવા માટે પ્રચાર અભિયાનના તમામ નિર્ણય તેઓ લઇ રહ્યા છે.