ટ્રમ્પ અમેરિકામાં ગુજરાતના વખાણ કરતા થાકતા નથી, બોલ્યા – અહીં તો બસ 15000, ભારતમાં તો…

ટ્રમ્પ અમેરિકામાં ગુજરાતના વખાણ કરતા થાકતા નથી, બોલ્યા – અહીં તો બસ 15000, ભારતમાં તો…

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાછા ફરતા જ ત્યાં ચૂંટણીમાં વળાંક આવી ગયો છે. ભારતનો પ્રવાસ હવે તેમની રેલીઓનો હિસ્સો બની ગયો છે. પોતાની પાર્ટી રિપબ્લિકનની આવી જ એક રેલી દરમ્યાન ટ્રમ્પે ગુજરાત પ્રવાસનો ઉલ્લેખ કર્યો. એટલું જ નહીં તેઓ પોતાની જ પ્રજાની સામે એ કહેવાથી ચૂકતા નથી કે ભારતમાં તેમના સ્વાગતમાં લાખોની સંખ્યામાં લોકો આવ્યા હતા પરંતુ આ રેલીમાં ઓછા છે.

રેલીમાં ટ્રમ્પ ગુજરાત પ્રવાસનો ઉલ્લેખ કરે છે. જણાવે છે કે ભારતમાં તેમનું કેટલું સમ્માન થયું. પછી તે ગુજરાતના મોટેરા સ્ટેડિયમમાં થયેલી તેમની રેલીનો ઉલ્લેખ કરે છે.

ભારતમાં ખૂબ પ્રેમ મળ્યો : ટ્રમ્પ
ટ્રમ્પ કહે છે કે મને એ કહેતા સારું નથી લાગતું પરંતુ ભારતમાં એક લાખથી વધુ સીટવાળું સ્ટેડિયમ હતું. જો કે તે આખું ભરાયેલું હતું. તે સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. પીએમ મોદી મારી સાથે હતા, ખૂબ સારા વ્યક્તિ છે, જેમને ભારતમાં ખૂબ પ્રેમ મળ્યો છે. અહીં પણ સારી ભીડ છે પરંતુ હું એવી જગ્યાએથી પાછો આવ્યો છું જ્યાં એક લાખ લોકો હતા. અહીં કેટલા હશે? 15 હજાર? એવામાં ઉત્સાહ આવવો મુશ્કેલ થાય છે. ભારતમાં એકત્ર થયેલી ભીડ સામે બીજી કોઇ જગ્યાએની ભીડ જોઇ ઉત્સાહ આવવો મુશ્કેલ છે. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ એમ પણ કહે છે કે અમેરિકાની વસતી ભારતની સરખામણીમાં ખૂબ જ ઓછી છે.

આપને જણાવી દઇએ કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ ભારતના પ્રવાસે આવ્યા હતા. પહેલાં તેઓ ગુજરાત ગયા જ્યાં પીએમ મોદીની સાથે તેમણે મોટેરા સ્ટેડિયમમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દુનિયામાં ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડિયમ છે. તેની ક્ષમતા એક લાખથી વધુ છે.