ટ્રમ્પે નાટકીય અંદાજમાં ભારતીય સોફટવેર ડેવલપરને અમેરિકાની નાગરિકતા આપી

ટ્રમ્પે નાટકીય અંદાજમાં ભારતીય સોફટવેર ડેવલપરને અમેરિકાની નાગરિકતા આપી

વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન નેશનલ કન્વેંશન દરમ્યાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય ઇમિગ્રેશનના પ્રત્યે પોતાનું સમર્થન દેખાડવા માટે એકદમ નાટકીય અંદાજમાં એક ભારતીય સોફટવેર ડેવલપર મહિલાને ‘નાગરિકોના મહાન અમેરિકન પરિવાર’માં સ્વાગત કર્યું. ટ્રમ્પે મંગળવારના રોજ સુંદરી નારાયણના એક અમેરિકન નાગરિક તરીકે શપથ લેવડાવ્યા બાદ તેમણે ‘એક પ્રતિભાશાળી સોફટવેર ડેવલપર’ તરીકે રજૂ કર્યા.about:blank

આખા પરિવારથી રૂબરૂ થયા ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે સુંદરી નારાયણન અમેરિકામાં છેલ્લાં 13 વર્ષથી રહે છે અને તેમના પરિવારમાં તેમના પતિ અને બે સુંદર બાળકો છે. ટ્રમ્પે તેમની તરફ માથું ફેરવતા પૂછયું કે તેઓ પોતાના જીવનની ચોક્કસ કિંમતી વસ્તુ છે, સાચું કહ્યું? તેના પર નારાયણને ‘હા’માં માથું હલાવ્યું. સોનેરી બોર્ડરવાળી આછા ગુલાબી રંગની સાડી પહેલી સુંદરી નારાયણને સમારંભમાં રંગ ભરી દીધો.

અમેરિકાનો બદલાતો ચહેરો દેખાડવાની કોશિષ

તો તેની સાથે જ હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ચાડ વુલ્ફે સુડાનની એક પશુચિકિત્સક જેમણે હિજાબ પહેર્યો હતો. સહિત ચાર બીજા લોકોને પદના શપથ અપાવ્યા. બીજા ત્રણ બોલિવિયા, લેબનાન અને ઘાનાના હતા. તેમણે બહુસાંસ્કૃતિક મિશ્રિત કાર્યક્રમના માધ્યમથી અમેરિકાના બદલાતા ચહેરાને દેખાડયો, જેમાં દુનિયાભરના વિભિન્ન ધર્મોના અશ્વેત પ્રવાસી પણ હતા.

નિયમોનું પાલન કરવા પર જોર

ડેમોક્રેટસ અને ઇમીગ્રેશન કાર્યકર્તાઓની આલોચનાનો શિકાર થવા છતાંય રાષ્ટ્રપતિ ભિન્નતાઓને સશકત બનાવા અને કાયદાકીય છૂટ માટે પોતાનું સમર્થન દેખાડવા માટે કાર્યક્રમનો ઉપયોગ કરી રહ્યા હતા. કાયદાકીય રીતે અમેરિકામાં આવતા અને નાગરિકતા પ્રાપ્ત કરવાના નિયમોનું પાલન કરવાને લઇ તેમણે કહ્યું કે તમે નિયમોનું પાલન કર્યું, તમે કાયદાનું પાલન કર્યું, તમે તમારા ઇતિહાસ અંગે જાણ્યું, અમારા મૂલ્યોને અપનાવ્યા અને ખુદને સત્યનિષ્ઠ પુરુષ અને મહિલા સાબિત કર્યા. ટ્રમ્પે કહ્યું કે તેમણે કાયદાનું પાલન કર્યું જો કે તે સરળ નહોતું.