ટ્રમ્પે કહ્યું- રાષ્ટ્રપતિ તરીકે મને સંક્રમણના પગલે અપાયેલું લોકડાઉન હટાવવાનો અધિકાર,

ટ્રમ્પે કહ્યું- રાષ્ટ્રપતિ તરીકે મને સંક્રમણના પગલે અપાયેલું લોકડાઉન હટાવવાનો અધિકાર,

  • કાયદાકીય એક્સપર્ટના જણાવ્યા મુજબ- રાષ્ટ્રપતિ રાજ્યોના કોરોના સાથે જોડાયેલા સાર્વજનિક સુરક્ષાના અાદેશને બદલી ન શકે
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું- જો કોન્ટેકટ ટ્રેસિંગની ક્ષમતાની સાથે યોગ્ય સ્વાસ્થ્ય ઉપાય લાગુ થાય તો લોકડાઉનને હટાવી શકાય છે

વોશિંગ્ટન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરોનાના પગલે લાગેલા પ્રતિબંધોને હટાવવાની યોજના બનાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે પ્રશાસન દેશની અર્થવ્યવસ્થાને ફરીથી શરૂ કરવા માંગે છે. હાલના સમયમાં અમેરિકાના 50 રાજ્યોએ લોકોને ઘરમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પને પુછવામાં આવ્યું છે કે શું તેઓ રાજ્યોના આદેશની અવગણના કરશે તો તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે તેમને તમામ નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે. તે સંપૂર્ણ રીતે હોય છે, ગવર્નર પણ તેને જાણે છે. આપણને રાજ્યોની સાથે કામ કરવા જઈ રહ્યાં છે.

અમેરિકામાં કોરોના પોઝિટિવ મામલાઓની સંખ્યા સ્પેનથી ચાર ગણી વધુ છે. આ મહામારીથી થનારા મોતના મામલામાં પણ તે વિશ્વમાં બીજા નંબર છે. જ્યાં અત્યાર સુધીમાં 23 હજાર 640 લોકોના મોત થયા છે. દેશમાં સક્રમણના મામલા પાંચ લાખ 86 હજારથી વધુ થઈ ગયા છે. જ્યારે ન્યુયોર્કમાં એક લાખ 95 હજારથી વધુ સંક્રમિત છે.

લોકડાઉન હટાવવાના લઈને શું કહે છે અમેરિકાનું સંવિધાન ?

અમેરિકાના સંવિધાનના જણાવ્યા મુજબ, પબ્લિક ઓર્ડર અને લોકોની સુરક્ષા સાથે જોડાયેલા મામલાઓ રાજ્યો જોશે. કાયદાકીય એક્સપર્ટના જણાવ્યા મુજબ, કોરોનાને લઈને લગાવવામાં આવેલા પ્રતિબંધોને હટાવવાની જવાબદારી રાજ્યોની છે. રાષ્ટ્રપતિ રાજ્યોના કોરોના સાથે જોડાયેલા સાર્વજનિક સુરક્ષાના આદેશોને બદલ ન શકે. એવામાં ટ્રમ્પનો પોતોના આ અંગેનો નિર્ણય રાજ્યોના અધિકારીમાં દાખલગીરી ગણાશે. જ્યારે ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા ચાર્ટરમાં એવા પ્રાવધાન છે, જેમાં રાષ્ટ્રપતિને રાજ્યો સાથે જોડાયેલા નિર્ણય લેવાનો અધિકાર છે. જોકે ટ્રમ્પે એ જણાવ્યું નથી કે આ કયા ચાર્ટર છે.