ટ્રમ્પને કાઢી મુકવા કે નહીં? ઈમ્પિચમેન્ટ માટે મતદાનને લીલીઝંડી

ટ્રમ્પને કાઢી મુકવા કે નહીં? ઈમ્પિચમેન્ટ માટે મતદાનને લીલીઝંડી

અમેરિકી પ્રમુખની દીવાળી (ક્રિસમસ) બગડી!

અમેરિકી સંસદની જ્યુડિશયરી સમિતિનો ઐતિહાસિક નિર્ણય ઈમ્પિચની કાર્યવાહી સુધી પહોંચનારા ત્રીજા પ્રમુખ!

વૉશિંગ્ટન, તા. 13 ડિસેમ્બર, 2019, શુક્રવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ ઈમ્પિચમેન્ટ (મહાભિયોગ)ની કાર્યવાહી આગળ વધી છે. આજે અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવની ધ જ્યુડિશયરી સમિતિએ આજે ઐતિહાસિક નિર્ણય લઈને ટ્રમ્પ વિરૂદ્ધ ઈમ્પિચમેન્ટ માટે મતદાનની મંજૂરી આપી હતી. 

આ સમિતીના સભ્યો વચ્ચે ટ્રમ્પ વિરૂદ્ધ ઈમ્પિચમેન્ટ માટે સંસદમાં મતદાન કરવું કે નહીં એ અંગે મતદાન થયું હતુ. તેમાં 24 સભ્યોએ મતદાનની તરફેણ કરી હતી, 17 સભ્યોએ વિરોધ કર્યો હતો.

આ સમિતિની મંજૂરી પછી હવે અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટીવમાં ટ્રમ્પ વિરૂદ્ધ ઈમ્પિચમેન્ટ મતદાન થશે. એ મતદાનમાં જો 67 ટકાથી વધુ સાંસદો ટ્રમ્પ વિરૂદ્ધ મત આપશે તો તેમણે ઘરભેગા થવું પડે એવુ બની શકે.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમમાં અત્યારે ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન પક્ષ પાસે 197, જ્યારે વિરોધ પક્ષ ડેમોક્રેટ્સ પાસે 233 બેઠકો છે. એ રીતે જોતા આ હાઉસમાં ટ્રમ્પ વિરૂદ્ધ મતદાન થાય એવી પુરી શક્યતા છે.

જો હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટીવ ઈમ્પિચમેન્ટની કાર્યવાહી કરશે તો પછી મામલો ઉપલા ગૃહ સેનેટમાં જશે. સેનેટમાં આ કામગીરી જાન્યુઆરી 2020માં શરૂ થઈ શકે છે. પરંતુ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટીવ સુધી ઈમ્પિચમેન્ટની પ્રક્રિયા પહોંચી હોય એવા ટ્રમ્પ ત્રીજા પ્રમુખ છે.

સેનેટ સુધી મામલો પહોંચશે તો 1999માં બિલ ક્લિન્ટન પછી ટ્રમ્પ બીજા પ્રમુખ બનશે જેમના વિરૂદ્ધ આ કાર્યવાહી થશે. પરંતુ ત્યાં ટ્રમ્પ વિરૂદ્ધ મતદાનની શક્યતા ઓછી છે. કેમ કે સેનેટમાં ડેમોક્રેટ પાસે 53 સભ્યો છે, રિપબ્લિકન પાસે 47 સભ્યો છે.

વધુમાં પ્રમુખને દૂર કરવાનો નિર્ણય સાદી બહુમતી વડે નહીં, બે તૃત્યાંશ બહુમતી વડે લેવો પડે. મતલબ ટ્રમ્પની પોતાની પાર્ટીના ઓછામાં ઓછા 20 સભ્યો ટ્રમ્પ વિરૂદ્ધ મતદાન કરે તો જ તેમને પ્રમુખ પદેથી ખસેડી શકાય.