ટ્રમ્પની H-1B પર સર્જિકલ સ્ટ્રાઇક, થર્ડપાર્ટી વર્કસાઇટ વિઝાની મુદત 1 વર્ષ

ટ્રમ્પની H-1B પર સર્જિકલ સ્ટ્રાઇક, થર્ડપાર્ટી વર્કસાઇટ વિઝાની મુદત 1 વર્ષ

। વોશિંગ્ટન ।

અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે એચ-વનબી નોન ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ પર નવા નિયંત્રણો લાદ્યા છે. ટ્રમ્પ સરકારની દલીલ છે કે અમેરિકન કામદારોના હિતોની સુરક્ષા અને યોગ્ય ઉચ્ચ લાયકાત ધરાવતા વિદેશી પ્રોફેશલ્સને જ એચ-વનબી વિઝા મંજૂર કરાય તે માટે આ નિયંત્રણો લદાયા છે. પરંતુ તેના કારણે હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને આઈટી કંપનીઓ પ્રભાવિત થશે. મંગળવારે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા ઇન્ટરિમ ફાઇલ રૂલ (આઇએફઆર)ની જાહેરાત કરાઈ હતી. જેમાં વિશેષતા ધરાવતા વ્યવસાયની વ્યાખ્યાને વધુ સંકુચિત કરી દેવાઈ છે. કંપનીઓને સિસ્ટમમાં છૂટછાટ આપતી સાર્વત્રિક વ્યાખ્યાનો અંત લાવવા અમેરિકી સંસદ ઇચ્છી રહી છે. કંપનીઓએ હવે અમેરિકી કામદારની છટણી અટકાવીને સાચા વિદેશી કર્મચારી માટે સાચી ઓફર આપવી પડશે. તે ઉપરાંત નવા નિયમો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને એચ-વનબી વિઝા મંજૂર કરવાની પ્રક્રિયા અને ત્યારબાદ પણ વર્કસાઇટ ઇન્સ્પેક્શનની પરવાનગી આપશે અને તેના પર નજર પણ રાખી શકશે. એચ-વનબી વિઝાના માધ્યમથી અમેરિકામાં કાર્યરત કંપનીઓ વિશેષ લાયકાત ધરાવતા વિદેશી કામદારોને નોકરી આપી શકે છે. અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીનમાંથી હજારો કુશળ કામદારોને નોકરી પર રાખે છે. ટ્રમ્પ સરકારના નવા નિયમોના કારણે હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સને વિપરીત અસર થશે. આમ પણ મોટી સંખ્યામાં એચ-વનબી વિઝાધારક ભારતીયો કોરોના કાળમાં નોકરી ગુમાવી ચૂક્યા છે અને સ્વદેશ પરત ફર્યાં છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના જણાવ્યા અનુસાર ઇન્ટરિમ ફાઇનલ રૂલ ફેડરલ રજિસ્ટરમાં પ્રસિદ્ધ કરાશે અને ૬૦ દિવસમાં અમલી બનશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ એચ-વનબી કામદારોની નિયુક્તિ સુનિશ્ચિત કરવા અને અમેરિકી કામદારોના વેતન અને ર્વિંકગ કન્ડિશન પર વિપરીત અસર ન થાય તે માટે કામ કરશે.

H-૧B વિઝા પરનાં નિયંત્રણો અમેરિકી અર્થતંત્રને મોટું નુકસાન કરશે : નાસકોમ

આઈટી ઇન્ડસ્ટ્રી લોબી ગ્રૂપ નાસકોમે જણાવ્યું હતું કે, એચ-વનબી વિઝા પરના નિયંત્રણો અમેરિકી અર્થતંત્રને મોટું નુકસાન કરશે. કોવિડ રિકવરી ફેઝમાં અમેરિકી માર્કેટ માટે સ્કિલ્ડ ટેલેન્ટ અત્યંત જરૂરી છે ત્યારે જ આ પ્રકારનો વિપરીત નિર્ણય લેવાયો છે. એચ-વનબી વિઝા પ્રોગ્રામ અંગેની ગેરસમજના કારણે ટ્રમ્પ સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

ટ્રમ્પ સરકારના વચગાળાના અંતિમ નિર્ણય (આઇએફઆર)

  1. એચ-વનબી વિઝાધારકોના પગારધોરણો ઊંચા રાખવામાં આવશે
  2. સ્પેશિયાલિટી ઓક્યુપેશન અને એમ્પ્લોયર-એમ્પ્લોયી રિલેશનશિપની વ્યાખ્યા સંકુચિત કરાઈ
  3. નિયમોમાં થર્ડપાર્ટી વર્કસાઇટનો સમાવેશ કરાયો, ફ્રોડ ડિટેક્શન ફોર્સને વર્કસાઇટની મુલાકાતની પરવાનગી
  4. થર્ડપાર્ટી વર્કસાઇટ ખાતેના એચ-વનબી વિઝાધારકોનો સમયગાળો ૩ વર્ષથી ઘટાડીને ૧ વર્ષ કરાયો
  5. વિઝા એપ્લિકેશન પ્રોસેસ દરમિયાન સ્પોન્સરિંગ એમ્પ્લોયરે વધારાના પુરાવા આપવા પડશે

ટ્રમ્પના નિર્ણયની ભારતીયો પર અસર

  • ભારતીય આઈટી કંપનીઓ પર અત્યંત વિપરીત અસર
  • થર્ડપાર્ટી સાઇટ પર નિયુક્ત ભારતીયોને દર વર્ષે વિઝાની કડાકૂટ કરવી પડશે
  • વિઝાની પ્રોસેસ અઘરી અને મોંઘી બનશે, વિદેશી કામદારો નિયુક્ત કરવા પડકારજનક
  • ભારતીયોને નોકરી આપતી ભારતીય અને અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ પર વિપરીત અસર
  • અમેરિકામાં કારકિર્દી બનાવવા ઇચ્છતા હજારો ભારતીય પ્રોફેશનસના સ્વપ્ન રોળાશે

ભારતીયોમાં સૌથી લોકપ્રિય એવા એચ-વનબી વિઝા

દેશ        જારી કરાયેલા  ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯   ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯

કુલ એચ       સુધી જારી        સુધી રિન્યૂ

વનબી વિઝા    કરાયેલા નવા વિઝા     કરાયેલા વિઝા

ભારત            ૨,૭૮,૪૯૧     ૭૯,૪૨૩                      ૧,૯૯,૦૬૮

ચીન               ૫૦,૬૦૯       ૨૫,૪૯૦                       ૨૫,૧૧૯

કેનેડા             ૪,૬૧૫           ૨,૯૧૬                         ૧,૬૯૯

કુલ                  ૩,૮૮,૪૦૩     ૧,૩૮,૯૨૭                 ૨,૪૯,૪૭૬

(USCISના રિપોર્ટના આધારે)