ટાઈમ મેગેઝિનમાંથી : એશિયન મહિલાઓ પ્રત્યે ઘૃણા, શોષણની ભાવના વધુ, પુરુષોની તુલનાએ હિંસક ઘટનાઓ પણ બમણ

ટાઈમ મેગેઝિનમાંથી : એશિયન મહિલાઓ પ્રત્યે ઘૃણા, શોષણની ભાવના વધુ, પુરુષોની તુલનાએ હિંસક ઘટનાઓ પણ બમણ

  • એટલાન્ટા ફાયરિંગ : અમેરિકામાં એશિયાથી આવેલા લોકો લાંબા સમયથી જાતીય ભેદભાવ અને હિંસાનો ભોગ બન્યા
  • એશિયન સમુદાયની પ્રગતિ થવાની ખોટી ધારણાને કારણે તેમની સાથે થતા અન્યાયની અવગણના

એટલાન્ટામાં 16 માર્ચે છ એશિયન મહિલાઓ સહિત 8 લોકોની હત્યા અમેરિકામાં વર્ષભરથી એશિયન વિરુદ્ધ ચાલી રહેલી જાતીય ઘૃણા અને ભેદભાવનું એક પાસું છે. સોશિયલ મીડિયા નિષ્ણાત માર્ક કિમ લખે છે કે એશિયન મહિલાઓ અને તેમના બિઝનેસ પર હુમલા કોઈ નવી ઘટના નથી. એકલા આ વર્ષે એશિયનોને ઘૃણાપ્રેરિત 500 હિંસક ઘટનાઓમાં નિશાન બનાવાયા.

પત્રકાર એલિસે હૂ કહે છે કે એટલાન્ટા ત્રાસદીના મૂળમાં જાતીય, વર્ગ, જેન્ડર અને એશિયામાં હિંસા, સામ્રાજ્યવાદના અમેરિકી ઈતિહાસનો વારસો છપાયો છે. પોલીસ કહે છે કે હુમલાખોર કહે છે કે તેણે એશિયન મહિલાઓની હત્યા જાતીય ભેદભાવથી પ્રેરિત થઇને નહીં પણ સેક્સની ભાવનાને શાંત કરવા માટે કરી છે.

અમેરિકામાં જાતીય હિંસા એશિયનોના ઈતિહાસનો હિસ્સો છે પણ એક આદર્શ અને ઉન્નત લઘુમતી સમુદાયની ઈમેજ પાછળ હકીકત દબાઈ ગઈ છે. આ ખોટા વિચાર હેઠળ કહેવાય છે કે આકરી મહેનત, શિક્ષણ અને કાયદાનું પાલન કરવાને લીધે એશિયન લોકો અન્ય લઘુમતીઓથી વધુ સફળ છે. શિક્ષણવિદ્ બિઆન્કા માબુટે લૂઇ કહે છે કે એશિયન સમુદાયની પ્રગતિ થવાની ખોટી ધારણાને કારણે એશિયનો સાથે દરરોજ થતી હિંસા સામે આવતી નથી.

એશિયનો વિરુદ્ધ ઘૃણાની વર્તમાન લહેરને ભડકાવવામાં વિદેશીઓ વિરુદ્ધ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં ઉશ્કેરણીજનક ભાષણોની પણ મોટી ભૂમિકા રહી છે. તે કોરોનાને ચાઈના વાઈરસ કહેતા હતા. સ્ટૉપ એએપીઆઈ હેટના ફાઉન્ડર રસેલ જિઉંગ કહે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ, સોશિયલ મીડિયા પર ઘૃણાસ્પદ કન્ટેન્ટ અને આપણી વિરુદ્ધ હિંસા વચ્ચે સીધો સંબંધ છે.

બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં મહામારી દરમિયાન એશિયન વિરોધી જાતિવાદ વધ્યો હતો. હ્યુમન રાઈટ્સ વૉચે ઈટાલી, રશિયા અને બ્રાઝિલમાં પણ વિદેશીઓ સાથે ભેદભાવની ઘટના અંગે માહિતી આપી હતી.

રાષ્ટ્રપતિ જો બાઈડેન તેમના પૂર્વવર્તી દ્વારા કરાયેલા નુકસાનની ભરપાઈ કરવામાં લાગેલા છે. તેમણે જાન્યુઆરીમાં એશિયન વિરોધી ભેદભાવની ટીકા કરતાં એક એક્ઝિક્યુટિવ આદેશ જારી કર્યો હતો.

હિંસાની 3795 ઘટનાઓ
કોરોના વાઈરસ મહામારીની શરૂઆત પછી એશિયનો વિરુદ્ધ ગત વર્ષની તુલનાએ હિંસા વધુ થઈ. ડેટાબેઝ સ્ટોપ એએપીઆઈ હેટને 19 માર્ચ 2020થી 28 ફેબ્રુઆરી 2021 વચ્ચે એશિયનો સાથે ભેદભાવ અને હિંસાની 3795 ફરિયાદો મળી હતી. પુરુષોની તુલનાએ મહિલાઓ વિરુદ્ધ ઘટનાઓ 2.3 ગણી વધી. એશિયન મહિલાઓને જાતિવાદની સાથે મહિલાઓ પ્રત્યે ઘૃણાના ભાવથી પણ જોવાય છે.

મીડિયા અને સામાન્ય લોકોમાં ખોટી ઈમેજ
અમેરિકન સાઈકોલોજિકલ એસોસિયેશને 2018માં એક રિપોર્ટમાં કહ્યું કે એશિયન-અમેરિકન મહિલાઓને મીડિયા અને સામાન્ય લોકો વચ્ચે અદૃશ્ય, ચહેરાવિહીન, મૌન કે સેક્સ્યુઅલ વસ્તુ તરીકે રજૂ કરાય છે. આ ધારણાને લીધે એશિયન મહિલાઓને પ્રતાડના અને શોષણ સહન કરવું પડે છે.

નિર્મમતાનો 200 વર્ષ જૂનો ઈતિહાસ રહ્યો છે
અમેરિકામાં 1850માં ચીનના મજૂરો પહોંચવાની સાથે જ એશિયનોને જાતીય હિંસાનું નિશાન બનાવવાની શરૂઆત થઈ ગઇ હતી. એશિયન ઈમિગ્રન્ટ્સ ઓછા પૈસા કામ કરતા હતા. એટલા માટે તેમને શ્વેતોની નોકરીઓ માટે ખતરો મનાયા. તેમને બીમારીનું ઘર ગણાવતાં પીળો ખતરો ગણાવાયા. 1882માં ચીનીઓના પ્રવેશને રોકવા માટે ચાઈનીઝ એક્સક્લુઝન એક્ટ બનાવાયો.

( Source – Divyabhaskar )