USA – જ્યોર્જિયામાં ફરીથી થશે મતગણતરી, જાણો ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડનમાંથી કોને થશે ફાયદો

USA – જ્યોર્જિયામાં ફરીથી થશે મતગણતરી, જાણો ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડનમાંથી કોને થશે ફાયદો

યુએસમાં જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, નેવાડા અને એરિઝોનાના ચૂંટણી પરિણામો પર સમગ્ર વિશ્વની નજર છે. આ દરમિયાન એવા અહેવાલો આવી રહ્યા છે કે જ જો બિડેને પેન્સિલવેનિયામાં ભારે લીડ મેળવી છે. આ ખાસ છે કારણ કે પેન્સિલ્વેનીયામાં જીત સાથે ડેમોક્રેટિક ઉમેદવાર બિડન વ્હાઇટ હાઉસ સુધી પહોંચી શકે છે.

જ્યોર્જિયામાં બિડન 1,097 મતોની લીડ ધરાવે છે

તો રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ચારેય રાજ્યોમાં જીત મેળવવાની રહેશે. જો ટ્રમ્પ એરિઝોના, નેવાડા, નોર્થ કેરોલિના અને પેન્સિલ્વેનીયા જીતે છે, તો પરિણામ સમાન થઈ જશે. અત્યારે જ્યોર્જિયામાં બિડન 1,097 મતોની લીડ ધરાવે છે. હજી 15 હજાર મતોની ગણતરી બાકી છે. એટલાન્ટા અને સવાનાથી હજી પોસ્ટલ બેલેટ્સ બાકી છે જે બિડન માટે ફાયદાકારક હોઈ શકે છે.

 બિડન એરીઝોનામાં 47,052 હજાર મતોથી આગળ

અહીં બિડન ટ્રમ્પથી 5,587 મતે આગળ છે. પ્રથમ ટ્રમ્પે બિડન પર 5 લાખથી વધુની લીડ મેળવી હતી જે બાદમાં ઘટીને 18 હજાર થઈ ગઈ. હવે બિડન આગળ નીકળી ગયા છે. બિડન એરીઝોનામાં 47,052 હજાર મતોથી આગળ છે પરંતુ ટ્રમ્પ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે કુલ 7.7 લાખ મતો છે પરંતુ કેટલું ગણતરી બાકી છે તે સ્પષ્ટ નથી.

અહીં બિડન અને ટ્રમ્પ વચ્ચે 12 હજાર મતોનો તફાવત છે અને બિડને તાજી ગણતરી સુધી આ તફાવત જાળવી રાખ્યો હતો. હજી 1.9 લાખ બેલેટ ગણતરી બાકી છે. અહીં 90% મતો ક્લાર્ક કાઉન્ટીના છે અને મોટે ભાગે પોસ્ટલ બેલેટ છે.