જ્યારે મન ભારે થઇ જાય અને રડવું આવે તો રડી લેવું જોઇએ, રડવાથી મન હળવું થઇ જાય છે

જ્યારે મન ભારે થઇ જાય અને રડવું આવે તો રડી લેવું જોઇએ, રડવાથી મન હળવું થઇ જાય છે

ભીષ્મ પિતામહ બાણોની શૈય્યા ઉપર હતાં, પાંડવો સામે ભીષ્મ પિતામહ રડવા લાગ્યાં હતાં, તેમનાથી તેમના મનનો ભાર હળવો થઇ ગયો હતો

વાર્તા– મહાભારતમાં કૌરવ અને પાંડવોની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. યુદ્ધના દસમા દિવસે અર્જુને ભીષ્મ પિતામહને એટલાં બાણ માર્યા કે તેમનું આખું શરીર ભીષ્મ માટે બાળની શૈય્યા બની ગયું હતું.

ભીષ્મને ઇચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું. જેના કારણે તેમને તે સમયે મૃત્યુ આવ્યું નહીં. ભીષ્મએ નક્કી કર્યું હતું કે જ્યારે પણ યુદ્ધ પૂર્ણ થઇ જશે તે પછી સૂર્ય જ્યારે ઉત્તરાયણ થશે, ત્યારે જ તેઓ પ્રાણનો ત્યાગ કરશે.

ભીષ્મ માટે તે જગ્યાએ એક અલગ શિવિર બનાવી દેવામાં આવી હતી. રોજ કૌરવ અને પાંડવ પક્ષોના લોકો તેમને મળવા પણ આવતાં હતાં. યુદ્ધમાં પાંડવોનો વિજય થઇ ગયો. તે પછી જ્યારે તેઓ ભીષ્મ પિતામહને મળવા પહોંચ્યા ત્યારે તેમને જોઇને પિતામહની આંખમાંથી આસું વહેવા લાગ્યાં હતાં.

પાંડવોએ ભીષ્મને પૂછ્યું, ‘તમારી આંખમાં આંસુ કેમ છે?’

ભીષ્મએ જણાવ્યાં, ‘ તમે લોકો જીતી ગયા છો, પરંતુ તમારા હાથે જ તમારા ભાઈઓ મૃત્યુ પામ્યા છે. મારી સામે મારો વંશ નષ્ટ થઇ ગયો. આ કારણે મારા હ્રદય પર ભાર છે. હું વિચારું છું કે જેમના રથની કમાન સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં છે, જે પાંડવોને શ્રીકૃષ્ણએ સંપૂર્ણ રીતે સંરક્ષણ આપ્યું, તે પાંડવોના જીવનમાં પણ આટલાં કષ્ટ આવ્યાં છે. તો હું એ વિચારીને આંસુ વહાવી રહ્યો છું કે, દુઃખ તો બધાના જીવનમાં આવે છે. આપણે મજબૂતી સાથે તેનો સામનો કરવો જોઇએ. હું હાલ આંસુ વહાવી રહ્યો છું તો મારું મન હળવું પણ થઇ રહ્યું છે.’

બોધપાઠ– ભારે મન રાખીને આપણે ક્યાં સુધી જીવન વિતાવીશું. જ્યારે પણ મન ઉપર કોઇ ભાર આવે અને રડવું આવે તો રડી લેવું જોઇએ. રડવાથી મન હળવું થઇ જાય છે અને ભાર ઉતરી જાય છે.