જ્યારે ઓશોથી ડરી ગઇ હતી અમેરિકી સરકાર, દુનિયાથી અલગ વિચારો ધરાવતા રજનીશની પુણ્યતિથિ

જ્યારે ઓશોથી ડરી ગઇ હતી અમેરિકી સરકાર, દુનિયાથી અલગ વિચારો ધરાવતા રજનીશની પુણ્યતિથિ

ઓશો તેમના ક્રાંતિકારી અને દુનિયાથી અલગ વિચારોને કારણે હંમેશા વિવાદમાં રહ્યા હતા. ઓશોના વિચારોથી પ્રભાવિત, લોકો બધું છોડી દેવા અને તેમને અનુસરવા તૈયાર હતા. રજનીશ ઓશોના ભક્તો તેમને ભગવાન ઓશો તરીકે સંબોધન કરતા હતા. તો કોઇ તેમને ભેદી રહસ્ય કહે છે, તો કોઈની નજરમાં, ઓશો એક ‘સેક્સ ગુરુ’ નું નામ છે. ઓશોએ લોકોને મોક્ષનો નવો રસ્તો દર્શાવ્યો હતો.

જો કે આજ વિચારોના કારણે ઓશોથી વધુ ઘણી સંસ્થાઓ માટે જોખમ બની ગયા હતા. આજે આશોની 31મી પુણ્યતિથિ ડેથ (Osho Death Anniversary) એનિવર્સરી Death Anniversary પર જાણીએ તેમની વિવાદિત યાત્રા વિશે.

11 ડિસેમ્બર 1931માં મધ્ય પ્રદેશના કુચવાડામાં તેમનો જન્મ થયો. જન્મ સમયે તેમનું નામ ચંદ્રમોહન જૈન હતુ. તેમણે અભ્યાસ જબલપુરમાં કર્યો અને ત્યાંજ લેક્ચર લેવાના શરૂ કર્યા. તેમણે અલગ અલગ ધર્મ અને વિચારધારા પર દેશભરમાં પ્રવચન આપવાનુ શરૂ કર્યુ.

તેમનું વ્યક્તિત્વ એટલુ ચુંબકીય હતુ કે કોઇ તેમની અસરથી બચી જ ન શકે. પ્રવચનની સાથે ધ્યાન શીબીરનું આયોજન કરવા લાગ્યા શરૂઆતમાં તેઓ રજનીશજી તરીકે ઓળખાયા. નોકરી છોડ્યા પછી તેમણે નવસંન્યાસની શરૂઆત કરી. ત્યાર પછી તેઓ ઓશોના નામે જગતમાં ઓળખાયા.

70થી 80ના દાયકામાં આ આંદોલન ખુબ વિવાદમાં રહ્યુ. ભારતીય પરંપરાઓના મૂલ્યો વિરૂદ્ધ વિચારો પહેલા ભારતમાં અને પછી અમેરિકામાં ઓશોનો ખુબજ વિરોધ થયો. સોવિયત રૂસમાં પણ ઓશો રજનીશના osho rajneesh આંદોલનને અટકાવી દેવામાં આવ્યુ.

1970માં ઓશો મુંબઈમાં આવીને વસ્યા. હવે પશ્ચીમથી સત્યની ખોજ કરનાર અને ભૌતિકતા વાદી વિચારોથી કંટાળેલા લોકો તેમના સુધી આવવા લાગ્યા. મનાલીમાં તેમણે લોકોને સંન્યાસ આપવાનો શરૂ કર્યો અને 1974માં તેઓ પૂના આવીને રજનીશ આશ્રમની સ્થાપના કરી. પૂનામાં તેમણે અસંખ્ય પ્રવચન આપ્યા.

ફેબ્રુઆરી 1986માં ઓશોએ વિશ્વ ભ્રમણની શરૂઆત કરી. જો કે અમેરિકાની સરકારના દબાણના કારણે 21 દેશોએ તેમને ત્યા આવતા અટકાવ્યા. આ દેશોમાં ગ્રીસ, ઇટલી, સ્વિટર્ઝલેન્ડ, સ્વીડન, ગ્રેટ બ્રિટન, પશ્ચિમ જર્મની, કેનેડા અને સ્પેનનો સમાવેશ થાય છે.

19 જાન્યુઆરી 1990માં ઓશોએ અંતિમ શ્વાસ લીધા. હાર્ટ એટેકથી તેમનુ નિધન થયુ જો કે તેમના અનુયાયીઓ આજે પણ માને છે કે રજનીશજી અમેરિકી સરકારના કારણે મૃત્યુને ભેટ્યા.

ઓશો osho rajneesh ક્યારેય કોઇ પારંપરિક સંતોની જેમ રામાયણ કે મહાભારતના પાઠ નથી કરતા, નતો વ્રત પૂજા કે ધાર્મિક કર્મકાન્ડ કરાવતા. ઓશોએ સ્વર્ગ-નર્ક તેમજ બીજા અંધવિશ્વાસ અને વિવાદ થાય તેવા વિષય પર ખુલીને પોતાની વાત કરી. આ પહેલા આ વિષય પર કોઇ બોલતુ ન હતુ. ઓશોના વિચારો અલગ હતા. આઓ જ એક વિવાદથી જોડાયેલ વિષય હતો સંભોગથી લઇને સમાધિ જે આજે પણ વિવાદનો વિષય છે.

( Source – Sandesh )