‘જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત’, અમેરિકામાં પણ ગુજરાત છવાયું, લોકોએ જીવની પરવા કર્યા વિના કર્યું એવું કામ કે…

‘જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત’, અમેરિકામાં પણ ગુજરાત છવાયું, લોકોએ જીવની પરવા કર્યા વિના કર્યું એવું કામ કે…

  • જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત

કોવિડ-૧૯ કહો કે કોરોના વાઇરસ. સદીનું સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ દુનિયાભરને ઘમરોળી રહ્યું છે. વિશ્વના વિકસિત દેશો પણ આજે આ મહામારી સામે ઝઝૂમી રહ્યાં છે આવા અસામાન્ય સંજોગો સ્વદેશમાં જ નહીં પરદેશમાં પણ ઉપસ્થિત થયા છે. અમેરિકા જેવા જગત જમાદારની સ્થિતિ પણ પ્રતિદિન કથળી રહી હોય હજારોની સંખ્યામાં વસેલા ગુજરાતીઓ જીવનનિર્વાહને લઇને મજબૂર અને લાચાર બન્યા છે. તેમની પૂરતી કાળજી લેવા સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ગ્દઇૈં દાનીઓએ અમેરિકા સુધી મદદનો હાથ લંબાવ્યો છે.

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત. કોરોનાની વૈશ્વિક લડાઇ વચ્ચે આ ઉક્તિ અમેરિકામાં વસેલા ગુજરાતી આગેવાનોેએ સાચા અર્થમાં સિદ્ધ કરી છે. મહામારી અને મહામુશ્કેલીની નાજુક ઘડીએ ગુજરાતી પરિવારોની પડખે અભેદ દીવાલ બનીને ઊભા રહ્યાં છે. ઇન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા હજારો ગુજરાતીઓ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

અમેરિકાના કેલિફોનિયા સેનેટર બોબ આર્સેલા અને કેલિફોનિયાના પ્રતિનિધિ લીંડે સેન્ઝેન, ઓરેંજ કાઉન્ડી કાઉન્સિલમેન તથા અર્ટેસીયા કોમ્યુનિટી ફાઉન્ડેશન અને સાલવેસન આર્મી સિમોન સેન્ટર દ્વારા ૩૦૦૦ જેટલા ગુજરાતીઓને ભોજનની સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

એટલું જ નહીં, મે મહિનાના અંત સુધી આ જનસેવા ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. આ ઉમદા સેવા કાર્યમાં સુરત અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક કર્મઠ સેવાનિષ્ઠો દાન આપી માનવ કલ્યાણના ઉત્તમ કાર્યમાં સહભાગી થયા છે. યોગી પટેલ, જયભારત રેસ્ટોરન્ટના ચંદ્રકાન્ત પટેલ, કેક કોર્નરના પી.કે.નાયક તથા રિયાલિટીના પાયોનિયર પરિમલ શાહ દ્વારા કરવામાં આવેલી આર્થિક સહાયના સથવારે અમેરિકામાં ગુજરાતીઓની ભૂખ ભાંગવાનું ભગીરથ સેવાકાર્ય થઇ રહ્યું છે.

પરદેશમાં વ્યક્ત થઇ રહેલા સ્વદેશ પ્રેમ અંગે સંસ્થા દ્વારા કહેવાયું છે કે, કોઇ પણ પ્રકારના દાન અંગેની જાહેરાત કર્યા વિના દાન આપવાનું ઉમદા કાર્ય એનઆરઆઇ ગુજરાતીઓ દ્વારા થઇ રહ્યું છે. સંસ્થા દ્વારા પણ તેમનું નામ જાહેર નહીં કરી તમામનું ગૌરવ જાળવવામાં આવી રહ્યું છે. વધુમાં, આ સેવાકીય પ્રવૃત્તિના અશ્વમેઘ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તમામ નીતિ-નિયમોનો ભંગ નહીં થાય તેની વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે.