જો VHPની ડિઝાઇનથી બનશે રામ મંદિર તો પણ લાગશે આટલા વર્ષો, જાણો કેટલો થશે ખર્ચ

જો VHPની ડિઝાઇનથી બનશે રામ મંદિર તો પણ લાગશે આટલા વર્ષો, જાણો કેટલો થશે ખર્ચ

શનિવારનાં સુપ્રીમ કોર્ટનાં ઐતિહાસિક નિર્ણય બાદ હવે રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થઇ ગયો છે, પરંતુ ભવ્ય રામ મંદિરનાં નિર્માણમાં હજુ પણ 5 વર્ષથી વધારે સમય લાગી શકે છે. આ ચુકાદાનો લાંબા સમયથી ઇંતઝાર કરી રહેલા વિશ્વ હિંદુ પરિષદે મંદિરની ડિઝાઇન પહેલાથી જ તૈયાર કરેલી છે. રામ મંદિર નિર્માણની કાર્યશાળાથી જોડાયેલા એક સુપરવાઇઝરનાં જણાવ્યા પ્રમાણે, ભવ્ય રામ મંદિરનાં નિર્માણમાં હજુ પણ ઓછામાં ઓછા 5 વર્ષનો સમય લાગી શકે છે અને આ નિર્માણ કાર્ય માટે 250 નિષ્ણાત શિલ્પકારોની જરૂર રહેશે, જે રોકાયા વગર અને થાક્યા વગર ભગવાન રામનાં પાવન મંદિરનું નિર્માણ કરી શકે.

1990થી જ મંદિર નિર્માણથી જોડાયલું કાર્ય ચાલું છે

વીએચપીની મંદિર નિર્માણ કાર્યશાળાથી જોડાયલા આ સુપરવાઇઝરનાં જણાવ્યા પ્રમાણે, “આ સમયે આ કાર્યશાળામાં કોઈ પણ શિલ્પકાર અમારી પાસે નથી. રજનીકાંત સોમપુરાની આગેવાનીમાં આ મંદિર નિર્માણ માટે પથ્થરો પર નકશીકામ ચાલું હતુ, પરંતુ સોમપુરાનું આ જ વર્ષે જુલાઈમાં નિધન થઈ ગયું. વીએચપીની આ કાર્યશાળામાં 1990થી જ મંદિર નિર્માણથી જોડાયલું કાર્ય ચાલું છે.”

ઓછામાં ઓછા 250 નિષ્ણાંત કારીગરોની જરૂર

વીતેલા 3 દશકોથી અહીં રોજનાં 8 કલાક પથ્થરો પર નકશી કામ ચાલી રહ્યું છે, પરંતુ હજુ અહીં જેટલું કામ થયું છે તેનાથી મંદિરનું અડધું નિર્માણ જ સંભવ છે, જે તેમના ભૂતળનો ભાગ હશે. તેનો અર્થ એ છે કે 212 પિલ્લરવાળા આ મંદિરમાં 106 પિલ્લરને તૈયાર કરવામાં આવી ચુક્યા છે. રામ મંદિર નિર્માણનાં આ કાર્યની દેખરેખ કરી રહેલા અન્નુભાઈ સોમપુરાએ જણાવ્યું કે, “અત્યારે મંદિરનાં આ કાર્યસ્થળ પર અહીં કોઈ પણ કારીગર હાજર નથી. જો અહીં કાર્યને ફરી શરૂ કરવું છે તો અમને ઓછામાં ઓછા 250 નિષ્ણાંત કારીગરોની જરૂર રહેશે અને મંદિર નિર્માણ માટે ઓછામાં ઓછા 5 વર્ષનો સમય જોઇશે.”

 ઈંટ પર ઈંટ લગાવી દેવાથી કામ સંભવ નહીં થાય

80 વર્ષીય સોમપુરાએ જણાવ્યું કે, “મંદિરનાં નિર્માણ માટે સૌથી પહેલા આપણે પાયો બનાવવો પડશે અને પછી અહીં આ પિલ્લરોને ફિટ કરવામાં આવશે. આ સાથે આ સંપૂર્ણ માળખા પર સફેદ સીમેન્ટ લગાવવામાં આવશે. મંદિર માટે ફક્ત ઈંટ પર ઈંટ લગાવી દેવાથી કામ સંભવ નહીં થાય.” અન્નુભાઈ સોમપુરાએ જણાવ્યું કે, “અડધા પિલ્લર્સ છે, મંદિરનાં ગર્ભ ગૃહથી જોડાયેલું કાર્ય પણ પુરૂ છે અને માર્બલની ફ્રેમ્સનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હજુ પણ લગભગ 50 ટકા કામ બાકી છે. આમાં 106 પિલર્સનું નિર્માણ, મંદિરનો ગુંબજ અને તેની છતનું કાર્ય થવાનું બાકી છે.”

કેટલો થશે મંદિર નિર્માણનો ખર્ચ?

ચંદ્રકાંત ભાઈ સોમપુરાએ કહ્યું કે, “આજનાં હિસાબે પથ્થરનું કામ બે હજાર રૂપિયા પ્રતિ વર્ગ ફૂટ હિસાબે થાય છે અને લગભગ એક લાખ ઘનફૂટનું કામ બાકી છે. આ હિસાબે 20 કરોડ રૂપિયા તો આ થઈ ગયા અને બાકીનું કામ 10થી 12 કરોડનું થઈ ગયું. આ ઉપરાંત ફિટિંગ વગેરેમાં જે પણ ખર્ચ થાય. આ રીતે મંદિર નિર્માણનો ખર્ચ 40-50 કરોડથી ઉપર જશે મંદિર નિર્માણનો ખર્ચ.”