જો તમને પણ મળતાં હોય આવા સંકેત તો સમજી લો કે શનિદેવનો થયો છે પ્રકોપ

જો તમને પણ મળતાં હોય આવા સંકેત તો સમજી લો કે શનિદેવનો થયો છે પ્રકોપ

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે શનિદેવ એક રાશિમાં અઢી વર્ષ કે સાડા સાત વર્ષ સુધી રહે છે, જેને પનોતી કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પનોતીના અલગ અલગ પ્રકાર છે. સોનાના પાયે પનોતી, લોઢાના પાયે પનોતી. સાડા સાતી પનોતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સારા કે ખરાબ દિવસના સંકેતો આના પરથી મળતા રહે છે.

આજે આપણે અચાનક શરૂ થતાં ખરાબ દિવસો અંગે જાણીશું. કહેવાય છે કે સારા દિવસો જલ્દી જતાં રહે પણ ખરાબ દિવસોને જતાં એવું લાગે કે વર્ષો સુધી ખરાબ સમય રહ્યો છે. કહેવાય છે કે ખરાબ સમયની શરૂઆત થાય એ પહેલા શનિદેવ કેટલાક સંકેત આપે છે. જો તમને પણ આવા સંકેત મળે તો સમજી લો કે તમારા પર શનિદેવનો પ્રકોપ થયો છે. તમારા ખરાબ દિવસોની શરૂઆત થઈ ચુકી છે.

ઢૈય્યા કે સાડાસાતીનાં લક્ષણ

પ્રોપર્ટી સંબંધિત વિવાદ, પરિવારના સભ્યો વચ્ચે અણબનાવ, અનૈતિક સંબંધોમાં ફસાવુ, કોર્ટ કચેરીના ચક્કરમાં પડવુ, કોઈ સારી જગ્યા પરથી અજાણી જગ્યાએ બદલી થઈ જવી, કાર્યમાં નિષ્ફળતા મળવી. પ્રમોશન અટકી પડે, દરેક વખતે જૂઠ્ઠાણાનો સહારો લેવો પડે, ખરાબ આદત લાગવી, વ્યવસાયમાં મંદી આવવી, નોકરીમાંથી કાઢી મુકે આ સમયે સમજી લેવું કે તમારી માઠી બેઠી છે અને હવે તમારા પર ખરાબ સમય આવ્યો છે.

ઉપરની કોઈ પણ ઘટના જો તમારી સાથે થાય તો સમજી લો કે શનિદેવનો પ્રકોપ તમારા પર છે. આ સમયે તમારે શનિદેવને પ્રસન્ન કરવા કેટલાક કારગત ઉપાયો કરવા જોઈએ.

શનિ મંત્રની નિયમિતપણે માળા કરવી

ॐ શં શનેશ્ચરાય નમ:નો જાપ કરવો.

નિલાંજન સમાભાસં રવિપુત્રમ યમાગ્રજમ |
છાયામાર્કંડ શંભુતમ તં નમામિ શનેશ્ચચરમ ||

સંપૂર્ણ આસ્થા અને શ્રદ્વા સાથે શનિ ચાલિસાનું પઠન કરવું. પ્રત્યેક શનિવારે અડદની દાળ ભોજનમાં લેવી તેમજ એકટાણું કરવું. દર શનિવારે શનિદેવના મંદિરમાં જઇને તેલ ચઢાવવું.

દર શનિવારે અડદની જલેબી કે કચોરી બનાવીને અપંગ દરિદ્રને જમાડવા. પુણ્ય કરવાથી શનિદેવની કૃપા મેળવી શકાય છે. લોખંડની વીંટી વચ્ચેની આંગળીમાં ધારણ કરી શકાય.