જીવનમંત્ર : માતા ભલે ઓછું ભણ્યા-ગણ્યા હોય, પરંતુ તેમની દરેક નાની-નાની વાતોને અભ્યાસની જેમ સમજવી જોઈએ

જીવનમંત્ર : માતા ભલે ઓછું ભણ્યા-ગણ્યા હોય, પરંતુ તેમની દરેક નાની-નાની વાતોને અભ્યાસની જેમ સમજવી જોઈએ

વાર્તા: દ્વાપર યુગમાં કંસને આકાશવાણીએ કહ્યું હતું, દેવકી અને વાસુદેવનું આઠમું સંતાન તારો વધ કરશે. આ આકાશવાણી સાંભળીને કંસે તેની બહેન અને જીજાજીને કારાવાસમાં પૂર્યા. દેવકી-વાસુદેવના છ સંતાનોનો જન્મ થતાની સાથે જ કંસે બધાને મારી નાખ્યા.

સાતમા સંતાનનાં રૂપે બલરામનો જન્મ થયો, ભગવાનની લીલાથી તેને ગોકુલ મોકલ્યો. એ પછી આઠમા સંતાનનાં રૂપે શ્રીકૃષ્ણનો જન્મ થયો. જન્મ પછી ભગવાન પોતાના ચતુર્ભુજ સ્વરૂપમાં માતા દેવકી સામે પ્રગટ થયા. દેવકીએ જ્યારે સંતાનને પરમાત્માના સ્વરૂપે જોયું તો મોઢું ફેરવી લીધું.

ભગવાન બોલ્યા, દેવકીજી, તમે તપસ્યા કરીને વરદાન લીધું હતું કે, હું તમારે ત્યાં પુત્ર તરીકે જન્મ લઉં, હું આવી ગયો તો તમે મોઢું કેમ ફેરવી રહ્યા છો?

દેવકીએ કહ્યું, તમે કહ્યું હતું તમે પુત્ર બનીને આવશો પણ તમે તો પરમાત્મા બનીને આવ્યા. મને પુત્ર જોઈએ છે. જો તમે મારી તપસ્યાનું ફળ આપવા માગો છો, પોતાનું વચન નિભાવવા માગો છો તો બાળક બનીને મારા ખોળામાં આવી જાઓ.

આ સાંભળતા જ ભગવાને તેમનું ચતુર્ભુજ સ્વરૂપ છોડ્યું અને બાળક બનીને મા દેવકીના ખોળામાં આવી ગયા.

બોધપાઠ: આ લીલાથી શ્રીકૃષ્ણએ સંદેશ આપ્યો કે, જ્યારે મેં કૃષ્ણ બનીને જન્મ લીધો ત્યારે સૌપ્રથમ માતાની આજ્ઞા માની. આપણા જીવનમાં માતાનું મહત્ત્વ સૌથી વધારે છે. આથી મનુષ્યએ પોતાની માતાની દરેક નાની-મોટી વાતોને અભ્યાસની જેમ લેવી જોઈએ. ભલે માતા ઓછું ભણ્યા-ગણ્યા હોય. માતા તેના સંતાનનાં સુખી જીવનને ધ્યાનમાં રાખીને જ બોલે છે. માતાનો અનાદર ના કરો અમે તેમની દરેક આજ્ઞાનું પાલન કરો.

( Source – Divyabhaskar )