જીતની ખૂબ જ નજીક બાઇડેન, અમેરિકાની ચૂંટણીમાં જબરદસ્ત મોટો રેકોર્ડ બનાવશે

જીતની ખૂબ જ નજીક બાઇડેન, અમેરિકાની ચૂંટણીમાં જબરદસ્ત મોટો રેકોર્ડ બનાવશે

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential Election) માટે મતદાન (Voting) પૂર્ણ થઇ ગયું છે. હવે મતોની ગણતરી ચાલુ છે, ઘણા રાજ્યોના વલણો અને પરિણામો પણ આવ્યા છે. ડેમોક્રેટ્સના ઉમેદવાર જો બાઇડેન (Joe Biden) અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) કાંટાની ટક્કર આપી રહ્યા છે. મતગણતરી દરમ્યાન બંને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો છે, સાથે ટ્રમ્પે કેટલાક રાજ્યોમાં છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. હાલની સ્થિતિ જોતા ટ્રમ્પ માટે સ્થિતિ સખ્ત થતી દેખાઇ રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ નોર્થ કેરોલિના (North Carolina) અને જ્યોર્જિયા (Georgia)માં પાતળા માર્જિનથી બાઇડેનથી આગળ ચાલી રહ્યા છે જ્યારે બીજીતરફ તેમને આકરી ટક્કર આપી રહેલા ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેન નેવાડા (Nevada), મિશિગન (Michigan) અને વિન્સકોન્સિન (Wisconsin)માં જીત મેળવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના આ પાંચ રાજ્યો નક્કી કરશે કે યુએસ રાષ્ટ્રપ્રમુખની રેસમાં કોણ વિજેતા બનશે. જેમાં હાલની સ્થિતિ જોતા બાઇડેન ‘વિન વિન’ સિચ્યુએશનમાં છે. બાઇડેન 264 ઈલેક્ટોરલ મત મેળવી ચૂક્યા છે. જ્યારે ટ્રમ્પ 214 મત મેળવી શક્યા છે. બાઇડેન હવે મેજિક ફિગર 270થી ફક્ત છ મતથી દૂર છે.about:blank

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ મતોની સાથે જીતનાર કેન્ડિડેટ બનશે જો બાઇડેન. આ ચૂંટણીમાં બાઇડેનને 7 કરોડથી વધુ મત મળ્યા છે. આની પહેલાં આ રેકોર્ડ બરાક ઓબામાના નામે હતો, તેમને 2008ની ચૂંટણીમાં 6 કરોડ 94 લાખથી વધુ મત મળ્યા હતા.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, હવે ડેમોક્રેટના ઉમેદવાર જો બાઇડેન તેમની જીત અંગે એકદમ આત્મવિશ્વાસુ દેખાઇ રહ્યા છે. જો બાઇડેને પોતાની નવી ટ્વીટમાં કહ્યું, “પ્રક્રિયા અને એકબીજા પર વિશ્વાસ બનાવી રાખો. એક સાથે મળીને, આપણે તેને જીતીશું.” આપને જણાવી દઈએ કે જો બાઇડેન જીતની ખૂબ જ નજીક પહોંચી ચૂકયા છે. તેમને 264 ઇલેક્ટરોલ વોટ પ્રાપ્ત થઇ ચૂકયા છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીની પરિણામો આવવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેને કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મતોની ગણતરી અટકાવવા માટે મિશિગનમાં કેસ દાખલ કરાયો છે. ટ્રમ્પ સતત મતોની ગણતરીમાં ગરબડ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. કાઉન્ટિંગ દરમિયાન જ તેમણે ટ્વીટ કરીને પેન્સિલ્વેનિયામાં પાંચ લાખ વોટ ગાયબ હોવાનો દાવો કર્યો હતો.

અમેરિકાએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતગણતરી હજુ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેનમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતી નથી મળી. ફ્લોરિડા અને લોવામાં લીડ મેળવનાર ટ્રમ્પને બાઇડેન ત્રણ સ્ટેટ્સ વિસ્કોન્સિન, મિશિગન અને પેનસિલ્વેનિયામાં જોરદાર ટક્કર આપી રહ્યાં છે. આ રાજ્યોના પરિણામ જ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. જેમાં બાઇડેન વિસ્કોન્સિનમાં જીતી ગયા છે. વાસ્તવમાં, બાઇડેન હવે ટ્રમ્પ અને બહુમતીની વચ્ચે ઊભા રહી ગયા છે.