જાણો, મોદી-ટ્રમ્પને રોકી સેલ્ફી લેનાર 9 વર્ષનો આ છોકરો કોણ? રહસ્ય પરથી ઉઠ્યો પડદો

જાણો, મોદી-ટ્રમ્પને રોકી સેલ્ફી લેનાર 9 વર્ષનો આ છોકરો કોણ? રહસ્ય પરથી ઉઠ્યો પડદો

જો તમારે દુનિયાના બે દિગ્ગજ નેતાઓ સંગ સેલ્ફી લેવાની હોય તો શું કરશો? અને નેતા જો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હો તો? ચોક્કસ તમે કહેશો આ ખૂબ જ મુશ્કેલ કામ છે. પરંતુ, હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ એક બાળક માટે આ મુશ્કેલ કામ ખૂબ જ સરળ રહ્યું. આ બાળક મોદી અને ટ્રમ્પને રોકીને તેમની સાથે સેલ્ફી લઇને રાતોરાત સોશિયલ મીડિયાનો સ્ટાર બની ગયો.

રાતોરાત સ્ટાર બની ગયો આ બાળક

હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમાં ભાગ લીધો. જ્યારે ટ્રમ્પ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા તો તેઓ પીએમ મોદીની સાથે મુખ્ય સમારંભ સ્થળની તરફ જવા લાગ્યા. બંને નેતા એકબીજાના હાથ પકડી આગળ વધતા રહ્યા હતા. આ દરમ્યાન એક બાળક પીએમ મોદી અને ટ્રમ્પની સાથે સેલ્ફી લીધા બાદ ચર્ચામાં આવી ગયો. સોશિયલ મીડિયા પર બધા લોકો આ લકી બાળકન અંગે પ્રશ્ન પૂછવા લાગ્યા.

મોદી-ટ્રમ્પને રોકી સેલ્ફી લેવાનો કર્યો હતો આગ્રહ

વાત એમ છે કે મંચ પર જતાં પહેલાં કેટલાંક ભારતીય બાળક બંને નેતાઓના આગેવાની માટે પરંપરાગત કપડામાં ઉભા હતા. પીએમ મોદી અને ટ્રમ્પ બધા બાળકો સામે હસતા-હસતા જોઇ આગળ વધી રહ્યા હતા. પીએમ મોદી ટ્રમ્પનો હાથ પકડી હજુ આગળ વધી રહ્યા હતા કે ટ્રમ્પે એક બાળકના હાથમાં મોબાઇલ જોયો અને તેઓ થોભી ગયા. તેમણે બાળકને કંઇક પૂછયું પણ ખરા. આ બધાની વચ્ચે પીએમ મોદી આગળ પણ વધવા લાગ્યા હતા.

મોદીએ પીઠ થપથપાવી, ટ્રમ્પે હાથ મિલાવ્યો

ટ્રમ્પને થોભેલા જોઇ પીએમ મોદી પણ થોભી ગયા અને તેમની પાસે આવી ગયા. જો કે સફેદ ડ્રેસ પહેરેલ બાળક પીએમ મોદી અને ટ્રમ્પની સાથે સેલ્ફી લેવા માંગતો હતો. બંને નેતા આ વાત માટે ખુશી-ખુશી તૈયાર થઇ ગયા. મોદી અને ટ્રમ્પે આ બાળકની સાથે સેલ્ફી પણ લીધી. સેલ્ફી લીધા બાદ પીએમ મોદીએ બાળકની પીઠ થપથપાવી જ્યારે ટ્રમ્પે તેની સાથે હાથ મિલાવીને આગળ ચાલવા લાગ્યા.

ભારતીય મૂળનો નાગરિક છે સાત્વિક

આ અંગે એક મીડિયા રિપોર્ટમાં માહિતી આવી ગઇ છે. આ 9 વર્ષના લકી બાળકનું નામ સાત્વિક હેગડે છે અને તેના માતા-પિતાનું નામ પ્રભાકર હેગડે અને મેધા હેગડે છે. સાત્વિક કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાનો રહેવાસી છે. સાત્વિક યોગા કાર્યક્રમમાં સામેલ થયો હતો.