જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકારનો મોટો દાવ, 35 Aની ચર્ચા પહેલાં ચૂંટણીનાં ભણકારા

જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકારનો મોટો દાવ, 35 Aની ચર્ચા પહેલાં ચૂંટણીનાં ભણકારા

કેન્દ્રની મોદી સરકારે બુધવારે જમ્મુ કાશ્મીરમાં પણ 10 ટકા સવર્ણ આરક્ષણ બિલ કેબિનેટમાં પાસ કરી દીધું. સરકારે આ દાવ ત્યારે રમ્યો જ્યારે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરના બીજેપી નેતાઓએ મંગળવારે દિલ્હીમાં પાર્ટી નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. આ વચ્ચે અનુચ્છેદ 35 એને લઈને કહ્યું કે જમ્મુ કાશ્મીરની પાર્ટીઓ પરેશાન છે, તો બીજેપી તેનો ફાયદો ઉઠાવવામાં લાગેલી છે. તો બીજી બાજુ બીજેપીએ અવિનાશ રાય ખન્નાને જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવ્યા છે.

પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ આજે દક્ષિણ કાશ્મીરમાં ઘૂમી-ઘૂમીને તમામ દળોનાં કાર્યકર્તાઓને 35એ પર એકજૂટ થવા માટે અપીલ કરી છે. મંગળવારે મહેબૂબાએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા સાથે પણ આ અંગે વાત કરી હતી. ફારુક અબ્દુલ્લા આ મામલા પર સર્વપક્ષીય બેઠક બોલાવશે.

હાલ જ્યારે કાશ્મીરમાં આતંકવાદ અને અલગાવવાદ સામે કડક સંદેશ આપવામાં આવી રહ્યા છે, તો રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીના ભણકારા વચ્ચે આર્ટિકલ 35એને હટાવવાની કોશિશ થઈ રહી છે. હાલમાં જ કાશ્મીરમાં સુરક્ષા જવાનોની તહેનાતી લઈને કાશ્મીરમાં કાંઈક મોટું થવાની અફવાઓ ઉડી છે. પણ કાશ્મીરમાં જે મોટું થવાનું છે આર્ટિકલ 35એને હટાવવાનું નહીં, પણ કાશ્મીરમાં ચૂંટણીને લઈ સરકાર અને બીજેપી તૈયારીઓ કરી રહ્યું છે.

મંગળવારે બીજેપીએ પોતાના રાજ્યના નેતાઓને બોલાવીને ચૂંટણીનો મૂડ માપ્યો છે. બીજેપીએ કાશ્મીરમાં રેકોર્ડ 1 લાખ સભ્યો પણ બનાવી દીધા છે. બીજેપીએ અવિનાશ રાય ખન્નાને જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવ્યા છે.

જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારીએ 2 ઓગસ્ટે વીડિયો કોન્ફરસ મારફતે જિલ્લાના તમામ ચૂંટણી ઓફિસરો પાસે તૈયારીઓની માહિતી લેશે. આ દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી વીવીપેટ અને ચૂંટણીની તૈયારીઓને લઈને પણ વિચાર વિમર્શ કરશે.