જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ મોદી સરકાર લેવા જઇ રહી છે મહત્વનો નિર્ણય

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ મોદી સરકાર લેવા જઇ રહી છે મહત્વનો નિર્ણય

જમ્મુ કાશ્મીરમાં અસ્થાયી રીતે મળતા વિશેષ દરજ્જાને ખત્મ કર્યા બાદ અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે પુનર્ગઠન બાદ હવે કેન્દ્ર સરકાર ઘાટીમાં વર્ષોથી બંધ મંદિરો ખોલવાની તૈયારી કરી રહી છે.

ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ સોમવારે કહ્યું કે, સરકાર ઘાટીમાં બંધ મંદિરોનો સરવે કરાવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે કાશ્મીર ઘાટીમાં બંધ શાળાઓના સરવે માટે એક કમિટીની રચના કરી છે અને તેમને ફરી ખોલાશે. છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 50 હજાર મંદિરો બંધ થયા છે, જેનામાં કેટલાક મંદિરો તો નાશ પામ્યા છે અને મૂર્તિઓ તુટેલી છે. અમને એવા મંદિરોનો સરવે કરવાનો આદેશ કરાયો છે.

યાદ રહે કે 90ના દાયકામાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો તબક્કો શરુ થયા બાદ ઘાટીમાં લાખ્ખોની સંખ્યામાં કાશ્મીરી પંડિતને સ્થળાંતર માટે મજબુર થવું પડયું હતું. આતંકવાદીઓએ મોટા પાયે કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી અને તમામ મંદિરોને પણ નુકશાન કર્યું હતું. પંડિતોના કાશ્મીર છોડી ગયા બાદ ઘાટીમાં ઘણા મંદિરો બંધ થઇ ગયા હતા. તેમા ઘણા પ્રખ્યાત મંદિર પણ સામેલ છે. શોપિયામાં ભગવાન વિષ્ણુનું મંદિર છે તો આમ જ પહલગામમાં ભાગવાન શિવનું પ્રાચીન મંદિર છે જે હાલમાં બંધ છે.