જમ્મુ-કાશ્મીરના 25000 કરોડનાં જમીન કૌભાંડમાં મોટા નેતાઓનાં નામ સામે આવ્યાં

જમ્મુ-કાશ્મીરના 25000 કરોડનાં જમીન કૌભાંડમાં મોટા નેતાઓનાં નામ સામે આવ્યાં

। શ્રીનગર ।

જમ્મુ-કાશ્મીરના વિવાદિત રોશની જમીન કૌભાંડ કેસમાં સીબીઆઇ દ્વારા તપાસ શરૂ થઇ ચૂકી છે. મીડિયા અહેવાલ મુજબ કૌભાંડ લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયાનું છે. જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે રોશની એક્ટને ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કરીને તે કાયદા હેઠળ ફાળવવામાં આવેલી તમામ જમીનના નામાંતરણ રદ કરીને છ મહિનામાં જમીન પાછી મેળવવાના આદેશ કર્યા છે. હાઇકોર્ટે આ કાયદાની આડમાં આચરવામાં આવેલા કૌભાંડની તપાસ સીબીઆઇને સોંપી હતી. જાણકારી મુજબ તપાસ એજન્સીએ આ કેસમાં રાજ્ય સરકારના અધિકારીઓને આરોપી બનાવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કૌભાંડમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ પ્રધાન સહિત સંખ્યાબંધ રાજનેતાના નામ સામે આવ્યા છે. તે તમામ રાજનેતાએ સરકારી જમીનને ગેરકાયદે ધોરણે પોતાને નામે કરી લીધી હતી. જમ્મુ-કાશ્મીર લાંચરુશ્વત વિભાગ આ પ્રકરણમાં પેહેલતી કેસ દાખલ કરી ચૂક્યો હતો. કોર્ટે સીબીઆઇ તપાસના આદેશ કરતા સીબીઆઇ હવે અપરાધપૂર્ણ ષડયંત્ર મુદ્દે ત્રણ એફઆઇઆર દાખલ કરીને તપાસ કરી રહી છે.about:blank

શું છે રોશની એક્ટ ?  

૧૯૯૯માં સરકારી જમીન પર ગેરકાયદે વસી રહેલા ગરીબ લોકોને કાયદેસર રીતે મામૂલી કિંમતે જમીન ઉપલબ્ધ કરાવવા કાયદો ઘડવામાં આવ્યો હતો. કાયદામાં જોગવાઇ કરવામાં આવી હતી કે  સરકારી જમીન પર ૧૯૯૦થી બિનઅધિકૃત કબજો ધરાવનારને ૧૯૯૦ના બજાર દરે  માલિકી કબજો સોંપવામાં આવે. ફારુક સરકારે જણાવ્યું હતું કે કાયદાના અમલથી થનારી આવકને ઉપયોગ જમ્મુ-કાશ્મીરના પાવર પ્રોજેક્ટમાં કરવાનો હતો. પાવર પ્રોજેક્ટ માટે  રકમનો ઉપયોગ થવાનો હોવાથી  કાયદાને રોશની એક્ટ નામ આપવામાં આવ્યું હતું.  માર્ચ ૨૦૦૨માં રોશની એક્ટનો અમલ શરૂ થયો હતો. ૧૯૯૦થી થયેલા તમામ ગેરકાયદે જમીન કબજાના કેસમાં તે કાયદાનો અમલ થયો હતો. ૨૫ હજાર કરોડની સરકારી જમીન હડપવાના આ કૌભાંડ વિષે તપાસ શરૂ થઇ ચૂકી છે.

કયા નેતાની સંડોવણી ?   

આ કૌભાંડમાં પૂર્વ નાણાપ્રધાન હસીબ દરબો અને તેમના સગા શાહજાદ બાનોના નામનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત કોંગ્રેસ નેતા કે.કે.અમલા અને તેમના સગાવહાલા પણ આ કૌભાંડમાં સામેલ હોવાની વાતને સમર્થન મળે છે. તે બધા પાસેથી તેમણે મેળવેલી સરકારી જમીન પાછી મેળવવામાં આવશે. મહમદ શફી પંડિત, સૈયદ મુઝફ્ફર આગા, તનવીર કિચલૂ જેવા નેતાઓનો પણ તેમાં સમાવેશ થાય છે.