છપ્પન ભોગ એટલે શું? કેમ ધરાવાય છે કાનજીને આ પ્રસાદ, જાણો રસપ્રદ માહિતી

છપ્પન ભોગ એટલે શું? કેમ ધરાવાય છે કાનજીને આ પ્રસાદ, જાણો રસપ્રદ માહિતી

આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીના ખાસ અવસર પર ભક્તો લાલાને ભાતભાતના પકવાન બનાવીને ઘરે જ જન્માષ્ટમીની ઉજવણી કરશે. તહેવારો આપણા જીવનમાં નવા રંગ રૂપ ઉત્સાહ હરી દેતા હોય છે. આરાધ્ય દેવ શ્રી કૃષ્ણને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. માન્યતા છે કે આ ભોગનો પ્રસાદ આરાગવાથી મનના મનોરથ પૂર્ણ થાય છે.

છપ્પન ભોગ ખરેખર હોય શુ?
સામાન્ય રીતે આપણા સૌના મનમાં થાય કે આ છપ્પન ભોગ એટલે વળી શું? કહેલાય છે કે માતા જશોદાને લાલો ખુબજ વહાલો હતો. માતા લાલાને આઠ પ્રહરનું અલગ અલગ ભોજન પીરસતા હતા. એક વખત ઇન્દ્રદેવે ગોકુળ પર વરસાદનો કહેર વર્તાવ્યો ત્યારે શ્રીકૃષ્ણએ સાત દિવસ સુધી કંઇ ખાધા વગર જ ગોવર્ધન પર્વત ઉઠાવ્યો.

જ્યારે વરસાદ શાંત થયો તમામ લોકોને સમજાયુ કે કાનાએ આઠ દિવસથી કશુ જ ખાધુ નથી માતાએ આઠ દિવસના આઠ પ્રહર મેળવી કુલ છપ્પન ભોગ ધરાવ્યા જેથી લાલાની ભૂખ સંતોષી શકાય બસ ત્યારથી લાલાને છપ્પન ભોગ ધરાવવાની પરંપરા છે.

છપ્પન ભોગમાં એ જવ્યંજન હોય છે જે મુરલી મનોહરને પસંદ છે. સામાન્ય રીતે અનાજ ફળ, ડ્રાઇ ફ્રુટ, મિઠાઇ, પેય પદાર્થ, નમકીન, અથાણા જેવી તમામ વસ્તુઓ હોય છે.

છપ્પન ભોગમાં શું હોય?
છપ્પન ભોગમાં 16 પ્રકારનું નમકીન, 20 પ્રકારની મિઠાઇ, માખણ-મિસરી, ખીર, રસગુલ્લા, જલેબી, લાડૂ, રબડી,મઠરી, માલપુઆ, મોહનથાળ, ચટણી, મુરબ્બો, દહી, દાળ, ભાત, કઢી, ઘેવર, મગ દાળ, હલવો, પકોડા, બદમ-પિસ્તા, કાજૂ ધાણાની પંજરી ખાસ ધરાવવામાં આવે છે. મિસરી અને પંચામૃત અર્પણ કરવામાં આવે છે. ( Source – Sandesh )