ચૂંટણી રેલી : ગાંધીજીની મૂર્તિ પાડનારને 10 વર્ષની સજા અપાવીશું : ટ્રમ્પ

ચૂંટણી રેલી : ગાંધીજીની મૂર્તિ પાડનારને 10 વર્ષની સજા અપાવીશું : ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વોશિંગ્ટન ડીસીમાં આફ્રિકી અમેરિકી જ્યોર્જ ફ્લોઈડના મોત સામે દેખાવો કરનારાએ મહાત્મા ગાંધીની મૂર્તિને પણ છોડી નહોતી. ટ્રમ્પે કહ્યું કે તેઓ એવો કાયદો લાવી રહ્યાં છે કે જેથી આવા તોફાની તત્ત્વોને 10 વર્ષની જેલ થશે.

મિનેસોટામાં એક ચૂંટણી રેલીને સંબોધતા ટ્રમ્પે આ દેખાવકારોને ઠગોનું ટોળું કહ્યાં હતા. ટ્રમ્પે કહ્યું કે દેખાવકારોએ અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન અને થોમસ જેફરસન સહિત ઘણી મહાન હસ્તીઓના સ્ટેચ્યુ પાડી દીધા હતા.