ચુકાદો / સુપ્રીમ કોર્ટે કહ્યું- પ્રમોશનમાં આરક્ષણ મૌલિક અધિકાર નથી, રાજ્ય સરકાર તેના માટે બંધાયેલી નથી

ચુકાદો / સુપ્રીમ કોર્ટે કહ્યું- પ્રમોશનમાં આરક્ષણ મૌલિક અધિકાર નથી, રાજ્ય સરકાર તેના માટે બંધાયેલી નથી

  • સુપ્રીમ કોર્ટે કહ્યું- પ્રમોશન અંગે રાજ્ય સરકાર આ અંગે વિવેકપૂર્ણ નિર્ણય કરી શકે છે
  • ઉત્તરાખંડ સરકારે હાઈકોર્ટના 2012માં આપવામાં આવેલ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકારી નોકરીઓમાં પ્રમોશન માટે કોટા અથવા આરક્ષણની માંગ કરવી તે મૌલિક અધિકાર નથી. શુક્રવારે ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે સરકારી સેવામાં કેટલાક સમુદાયોને પર્યાપ્ત પ્રતિનિધિત્વ નહીં આપવા અંગેના આંકડા સામે લાવ્યા વગર રાજ્ય સરકારોને આ પ્રકારની જોગવાઈ કરવા માટે મજબૂર કરી શકાય નહીં. તે રાજ્ય સરકારના વિવેક પર નિર્ભર હોય છે કે પ્રમોશનમાં આરક્ષણ આપવાનું છે કે નહીં. કોર્ટે ઉત્તરાખંડ સરકારની અપીલ પર સુનાવણી કરી હતી.

શુક્રવારે કોર્ટે કહ્યું હતું કે અનુચ્છેદ 16(4) અને 16 (4-A) આરક્ષણ લાગુ કરવા માટે શક્તિ પ્રદાન કરે છે પણ રાજ્ય સરકાર એવું માનતી હોય કે સરકારી સેવાઓમાં કેટલાક સમુદાયને પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી. ખંડપીઠે કહ્યું કે તેમાં કોઈ સંદેહ નથી કે રાજ્ય સરકાર આરક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ નથી. પણ કોઈ પણ વ્યક્તિ દ્વારા તેને લઈ દાવો કરે તે મૌલિક અધિકારનો હિસ્સો નથી અને કોર્ટ રાજ્ય સરકારને આ અંગે કોઈ આદેશ આપી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે આ ચુકાદાથી ઉત્તરાખંડના વર્ષ 2012માં આપવામાં આવેલા આદેશ હવે નિષ્પ્રભાવી થઈ ગયો છે, આ આદેશમાં સમુદાયોને કોટા આપવા માટે રાજ્ય સરકારને આદેશ કરવામાં આવ્યો હતો. તે સમયે વરિષ્ઠ વકીલ સિબ્બલ, કોલિન ગોંજાલ્વિસ અને દુષ્યંત દવેએ એવી દલીલ આપી હતી કે અનુસૂચિત જાતિ/જનજાતિઓ માટે અનુચ્છેદ 16(4) અને 16 (4-A) અંતર્ગત વિશેષ જોગવાઈ કરવી તે રાજ્ય સરકારનું કર્તવ્ય છે.

હાઈકોર્ટે ક્વોન્ટીટીવ ડેટા અંતર્ગત કહ્યું હતું

ઉત્તરાકંડ હાઈકોર્ટે રાજ્ય સરકારને પ્રમોશનમાં આરક્ષણ માટે ક્વોન્ટીટીવ ડેટા એકત્રિત કરવા નિર્દેશ કર્યો હતો. તેના મારફતે એ જાણી શકાય તેમ હતું કે સરકારી નોકરીઓમાં એસસી-એસટી વર્ગને પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ છે કે નહીં, જેથી પ્રમોશનમાં આરક્ષણ આપી શકાય. આ ચુકાદાને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. વર્ષ 2018માં પાંચ ન્યાયમૂર્તિની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે ક્રીમી લેયરને સરકારી નોકરીઓમાં આરક્ષણનો લાભ આપવામાં આવી શકાય નહીં. ગત વર્ષ ડિસેમ્બરમાં કેન્દ્ર સરકારે 7 ન્યાયમૂર્તિની ખંડપીઠે તેની સમીક્ષા કરનાવો અનુરોધ કર્યો હતો.