ચીન સાથે કનેક્શન છતા મોદી સરકારે PUBG અને Zoom પર ન લગાવ્યો પ્રતિબંધ, જાણો કેમ

ચીન સાથે કનેક્શન છતા મોદી સરકારે PUBG અને Zoom પર ન લગાવ્યો પ્રતિબંધ, જાણો કેમ

ભારત સરકારે ચીનને ઝાટકો આપતા 59 ચીની મોબાઇલ એપ પર પ્રતિબંધ લાદી દીધો છે. જેમા ટિકટોક, હેલો, કૈમ સ્કેનર અને લાઇક જેવી લોકપ્રિય એપ સામેલ છે. ત્યાં જ હવે લોકો પબજી અને ઝૂમ એપને પણ બેન કરવાની માંગ કરી રહ્યા છે. જોકે એક વિભાગ એવો પણ છે જે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યો છે કે, પબજી અને ઝૂમ પર કેમ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.

પબજી ગેમની જાણકારી

પબજી એટલે કે પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડસ ભારતની લોકપ્રિય ગેમમાંની એક છે. આ ગેમને દક્ષિણ કોરિયાની ટેક કંપની બ્લૂહોલે વર્ષ 2000મા આવેલી જાપાની ફિલ્મ ફિલ્ડ બેટલ રોયલથી પ્રેરિત થઇ બનાવી હતી. ત્યાં જ અત્યાર સુધી આ ગેમને ગૂગલ પ્લે-સ્ટોર પર કરોડો યૂઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે.

પબજી ગેમમાં ચીની કનેક્શન

તમને જણાવી દઇએ કે, શરૂઆતી દિવસોમાં સૌથી મોટી ગેમિંગ કંપની ટેસેંટ ગેમે પબજીને ઘરેલૂ માર્કેટમાં રજૂ કરી છે. આ સાથે જ ગેમ બનાવનાર કંપનીનો કેટલોક હિસ્સો પણ ખરિદ્યો હતો. જોકે, કેટલાક સમય બાદ ચીનમાં આ ગેમ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. આ પછી કંપનીએ આ ગેમને ગેમ ઓફ પીસના નવા નામ સાથે ફરીથી લોંચ કરી હતી. આમ જોવામાં આવે તો પબજી ગેમના માલિક મિક્સ છે અને તેને સંપૂર્ણ રીતે ચીની એપ ન કહી શકાય.

ચીની એપ નથી ઝૂમ

તમારી જાણાકારી માટે જણાવી દઇએ કે, ઝૂમ અમેરિકન એપ છે. આ એપના સંસ્થાપક Eric Yuan છે, જેમનો જન્મ ચીનમાં થયો હતો. જોકે તે મૂળ રીતે અમેરિકન નાગરિક છે. આજ કારણ છે કે ઝૂમ એપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.