ચીનમાં હવે નવા હંતા વાઇરસનો પગપેેસારો : એક વ્યક્તિનું મોત

ચીનમાં હવે નવા હંતા વાઇરસનો પગપેેસારો : એક વ્યક્તિનું મોત

। પેઈચિંગ ।

કોરાના વાઇરસના મારથી ઝઝૂમી રહેલા ચીનના યુન્નાન જિલ્લામાં એક વ્યક્તિનું સોમવારે હંતા વાઈરસથી મોત થયું છે. પીડિત વ્યક્તિ કામ કરવા માટે શાડોંગ જિલ્લા તરફ આવી રહ્યો હતો. તેનો હંતા વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બસમાં બેઠેલા અન્ય ૩૨ વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવી છે. ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સે આ ઘટનાની જાણ કર્યા બાદ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગી છે.

હંતા વાઇરસ કોરોના કરતાં ૨૪ ગણો ખતરનાક હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. આ જીવલેણ વાઈરસનો વધી રહેલા ચેપને રોકવા માટે એક પછી એક સતત મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે આની વચ્ચે ચીનના યુન્નાન જિલ્લામાં વધુ એક વાઈરસનો ખતરો સામે આવ્યો છે. યુન્નાનમાં એક વ્યક્તિની મોત હંતા વાઈરસનો ચેપ લાગવાથી થઈ છે. હંતા વાઈરસથી આ વ્યક્તિના મોત પછી આ વાઈરસનું નામ ટ્વિટર ઉપર ટ્રેંડ કરવા લાગ્યું છે. સોશિયલ મીડિયા ઉપર લોકો હંતા વાઈરસને લઈને ભારે ચર્ચાઓ કરી રહ્યા છે. ભારતમાં પણ આ વાઈરસનો ચેપ આપવવાની શક્યતાઓ લગાવવામાં આવી રહી છે.

મોટી સંખ્યામાં લોકો ટ્વિટ કરીને એવો ડર બતાવી રહ્યા છે કે આ કોરોના વાઈરસની જેમ મહામારી ન બની જાય. લોકો એવું પણ કહી રહ્યા છે કે, ચીનના માણસો જીવતા જાનવરોને ખાવાનું બંધ નહીં કરે તો આવું બનતું જ રહેશે. શિવમ નામના એક વ્યક્તિએ જણાવેલ કે, ચીની લોકો હવે વધુ એક મહામારીની પરિયોજના ઉપર કામ કરી રહ્યા છે. આ હંતા વાઈરસ ઉંદર ખાવાથી થાય છે.

જાણો શું છે હંતા વાઇરસ ?  

આ મામલે તજજ્ઞાોનું માનવું છે કે, કોરોના વાઈરસની જેમ હંતા વાઈરસ ઘાતક નથી. આ વાઈરસ ઉંદર કે ખીચકોલીના સંપર્કમાં આવનાર વ્યક્તિથી ફેલાય છે. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન રિપોર્ટ મુજબ ઉંદરના ઘરની અંદર-બહાર આવવાથી હંતા વાઈરસના ચેપનો ખતરો વધે છે. ખાસ કરીને કોઈ સ્વસ્થ વ્યક્તિ છે અને તે પણ હંતા વાઈરસના સંપર્કમાં આવી જાય તો તેને પણ ચેપ લાગ્યો હોવાનો ખતરો રહે છે.

હંતા વાઈરસ જીવલેણ છે ? 

સીડીસીના રિપોર્ટ મુજબ હંતા વાઈરસ જીવલેણ છે. આનો ચેપ લાગનાર લોકોના મરવાનો આંકડો ૩૮ ટકા સુધી છે. ચીનમાં હંતા વાઈરસનો મુદ્દો એવા સમયમાં સામે આવ્યો છે કે જ્યારે આખી દુનિયા વુહાનથી નીકળેલા કોરોના વાઈરસની મહામારીથી પીડાઈ રહી છે.

હંતા વાઇરસનો શું છે ઇલાજ ?   હંતા વાઈરસ જીવલેણ પણ સાબિત થઈ શકે છે, અત્યાર સુધી તો આ વાઈરસનો કોઈ સ્પષ્ટ ઈલાજ મળ્યો નથી. આ વાઈરસના ચેપથી બચવા માટે સૌથી જરૂરી છે કે, તાવ કે થાક લાગનાર વ્યક્તિઓ ઉંદરથી દૂર રહે. ઉંદર અને ખીસકોલીથી આ વાઈરસ ફેલાય છે એટલે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

હંતા વાઇરસથી કેવી રીતે બચવું ?   હંતા વાઈરસથી બચવાનો સૌથી આસાન ઉપાય એ છે કે, ઘર, ઓફિસ અથવા રહેણાંકવાળી જગ્યા ઉપર ઉંદર ન પહોંચી શકે. સતત એ વાત ઉપર નજર રાખો કે ઉંદર ઘરમાં ન આવી શકે. ઉંદર અને ખિસકોલીથી ખાસ કરીને દૂર રહેવાનું પસંદ કરો. હંતા વાઈરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ અંદર જતો નથી.