ચાણક્ય નીતિ: આવા લોકો સાથે કરશો દોસ્તી તો થઈ જશો બરબાદ

ચાણક્ય નીતિ: આવા લોકો સાથે કરશો દોસ્તી તો થઈ જશો બરબાદ

મિત્ર એવો શોધીએ જે ઢાલ સરખો હોય, સુખમાં પાછળ ઉભો રહે દુખમાં આગળ હોય. આપણા શાસ્ત્રોમાં દોસ્તીના કેટલાક ખાસ કિસ્સાઓ દર્શાવવામાં આવ્યા છે. સુદામા અને કૃષ્ણ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આચાર્ય ચાણક્યની નીતિઓ અંગે આજે કોણ નથી જાણતુ, તેમણે તેમની નીતિઓથી ચંદ્રગુપ્ત મૌર્યને રાજ્ય અપાવ્યુ હતુ. જો આ નીતિઓને જીવનમાં ઉતારી લો તો જીવન સુધરી શકશે. જો જીવનમાં કોઈ મુશ્કેલી હોય તો તે દૂર થઈ જશે. આચાર્યએ પોતાની નીતિમાં દરેક સંબંધ અંગે વિસ્તૃતથી વર્ણન કર્યુ છે.

આચાર્યએ પોતાની આ નીતિમાં કેવા લોકોથી દુર રહેવું તે અંગે પણ સ્પષ્ટ કર્યુ છે. જે લોકો પોતાના માતા પિતાનું સન્માન નથી જાળવતા તેવા લોકો સાથે ક્યારેય મિત્રતા ન કરવી જોઈએ. એવો મિત્ર જેની દૃષ્ટી અથવા નજરમાં પાપ હોય આવા વ્યક્તિ સાથે તમે પણ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આવા વ્યક્તિ સાથે રહેશો તો જીવન થઈ જશે બરબાદ.

એવી વ્યક્તિની પણ મિત્રતા ન કરવી જોઈએ જે ખરાબ સ્થળ પર રહેતો હોય. તમારા જીવન પર આની ખરાબ અસર પડી શકે છે. જે લોકો સારા સ્થાન પર હોય તેમની જ સાથે રહેવું જોઈએ. જો તમારા પર મુશેક્લી આવે અને આ સમયે તમારો સાથ કોઈ છોડીદે તો આવા મિત્ર સાથે દોસ્તી રાખવી વ્યર્થ છે.

એવી વ્યક્તિ જેનામાં ખરાબ આદતો રહેલી હોય તેમની સાથે ક્યારેય દોસ્તી કરવી ન જોઈએ. તેમની ખરાબ આદત તમારા જીવન પર પણ અસર પાડી શકે છે. ખોટુ બોલતો હોય તેવી વ્યક્તિની સાથે ક્યારેય સંબંધ ન રાખવો જોઈએ. 
તમે તમારી મનની વાત જ્યારે તેને કહો અને જે ખુબજ ગુપ્ત હોય છતાં બીજા કોઈની સાથે તે વાત કરી દે તો આવી વ્યક્તિ સાથે સમજીને અંતર રાખવું જોઈએ.