ચાણક્ય નીતિ અનુસાર ધનવાન અને સમાજમાં નામના મેળવવા કરો આ કામ

ચાણક્ય નીતિ અનુસાર ધનવાન અને સમાજમાં નામના મેળવવા કરો આ કામ

ખુબ જ સારી જીવનશૈલી માટે ધનની જરૂર હોય છે. ધનને લઇ આચાર્ય ચાણક્યએ કેટલીક વાતોનો ઉલ્લેખ પોતાની ચાણાક્ય નીતિમાં કર્યો છે. જો આ વાતોને વ્યક્તિ પોતાના જીવનમાં અપનાવી લે તો ક્યારેય તેના સમક્ષ ધનની અછત નહી સર્જાય. ચાણક્યએ જીવનના દરેક પાસાને લગતી ઘણી વાતો અહિં જણાવી છે. જેનું પાલન કરીને તમે પોતાના જીવનને સૌથી સારૂ બનાવી શકો છો. ચાણક્ય અનુસાર ધન અને પદથી કોઇ પણ વ્યક્તિને સફળ માનવામાં નથી આવતો. જોકે જે લોકો સમાજમાં અનુકરણીય અને પૂજનીય છે, માત્ર એ લોકો જ સફળ વ્યક્તિઓની શ્રેણીમાં આવે છે. જે લોકોની કીર્તિ અને યશનો ગુણગાન મરણોપરાંત પણ કરવામાં આવે છે, તે લોકોને જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આચાર્યએ પોતાના પુસ્તક ચાણક્ય નીતિમાં આ વાતનું વર્ણન કર્યું છે કે ક્યાં ગુણોથી સુસજ્જીત લોકોનું સમાજમાં સન્માન થાય છે.

અર્થશાસ્ત્રી મનાતા આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં તે વાતોનો ઉલ્લેખ કર્યો છે, જેનુ અનુકરણ કરી મનુષ્ય ધન એટલે કે પૈસા બચાવી શકે છે અને તેના યોગ્ય ઉપયોગની જાણકારી પ્રાપ્ત કરી શકે છે. આચાર્ય ચાણક્ય અનુસાર જે વ્યક્તિ પૈસાને પાણી માફક વહાવે છે અને ખરાબ સમય માટે બચાવતો નથી તે મૂર્ખ કહેવાય છે. તેને એક સમય બાદ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યાં જ જે વ્યક્તિ ખરાબ સમય માટે પૈસાને બચાવી રાખે છે, તે બુદ્ધિમાન કહેવાય છે. ભોગ-વિલાસના કારણે પૈસાને વિચાર્યા વગર ખર્ચ કરનાર વ્યક્તિ ખરાબ સમયમાં ખુબ જ મુશ્કેલીમાં મૂકાય છે.

ચાણક્ય અનુસાર પૈસાનો ઉપયોગ સાધન તરીકે કરવો જોઇએ. ખરાબ કર્મો દ્વારા પ્રાપ્ત થયેલ રૂપિયા કોઇ કામમાં નથી આવતા. જે ધન માટે દુશ્મનો આગળ-પાછળ ફરવુ પડે, ધર્મનો ત્યાગ કરવો પડે, તે રૂપિયાથી મોહ ન રાખવો જોઇએ. ચાણક્યની નીતિ અનુસાર આપણે રહેવા માટે તેવા સ્થાનની પસંદગી કરવી જોઇએ, જ્યા રોજગાર અને આજીવિકા માટે ભરપૂર સાધન હોય. આવી જગ્યાએ રહેવાથી વ્યક્તિને ક્યારેય ખાલી હાથ રહેવું પડ્તું નથી.

ચાણક્ય અનુસાર જો તમે ઇચ્છો છો કે, લોકો તમારી ઇજ્જત કરે તો તમારે પણ લોકોની અજ્જત કરવી પડશે. જ્યારે તમે બીજા વ્યક્તિનો આદર કરશો ત્યારે જ અન્ય લોકો તમારો આદર કરશે. જે લોકો બીજા લોકોને સન્માન આપે છે, તેમને જ સમાજમાં સન્માન મળે છે. જોકે જે લોકોને અન્ય લોકોને નુક્સાન પહોંચાડવામાં આનંદ મળે છે , તેમનું લોકો ક્યારેય સન્માન નથી કરતા.