ચકલીઓને લાગુ પડ્યો આ ભયંકર રોગ, બે દિવસમાં થઈ જાય છે મોત

ચકલીઓને લાગુ પડ્યો આ ભયંકર રોગ, બે દિવસમાં થઈ જાય છે મોત

ઘર આંગણામાં ચી ચી કરતી ચકલીઓને પણ એક ભયંકર રોગ લાગુ પડ્યો છે. 74 ટાકા ચકલીઓ મેલેરિયાથી પીડાઈ રહી છે. વિશ્વભરમાં ચકલીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વમાં દસ ટકા જ ચકલીઓ વધી છે. જે સૌના માટે ચિંતાનો વિષય છે.

ચી ચી ચી કરતી આવતી આ ચકલીઓ દિવસમાં તેના અવાજ સાંભળતા જ ખુશ થઇ જવાય છે. ઘરના આંગણામાં ચકલીઓની ચી ચી હવે ભૂતકાળ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વમાં હવે ફક્ત દસ ટકા જ ચકલીઓ બચી છે. આ ચકલીઓ નામશેષ થવા પાછળ હરણફાળ ગતિએ ઉભા થઇ રહેલાં કોન્ક્રીટનાં બિલ્ડિંગ અને મોબાઈલ ટાવર પણ એટલા જ જવાબદાર છે. ત્યારે આ સિવાય પણ આપને જાણીને આંચકો લાગશે કે આ ચકલીઓ પણ મેલેરિયાથી પીડાઈ રહી છે. આ દુશ્મનને કારણે ચકલીઓ ટપોટપ મરી રહી છે. વિશ્વમાં 10 ટકા જ ચકલીઓ બચી છે. તેમાં પણ 74 ટકા ચકલીઓ મલેરિયાથી પીડિત છે. પક્ષીઓમાં મેલેરિયા પ્લાઝમોડિયમ રૅલીકટમ નામે ઓળખાય છે. મચ્છર ચકલીના પગમાં કરડે છે જેને કારણે બે દિવસમાં ચકલીનું મોત થાય છે.

આ નાનું પક્ષી ભૂતકાળના બને તે આપણા તમામ લોકોની જવાબદારી છે. મેલેરિયા પીડાતી આ ચકલીઓને આપણે પણ બચાવી શકીએ છીએ. મચ્છરજન્ય આ રોગ વધુ ચક્લીઓનો ભોગ લે તે પહેલા આપણે પણ ઘરની આસપાસના મચ્છરનો ખાત્મો બોલાવી દઈએ. વિશ્વમાં ચકલીઓ બચે તે માટે અલગ અલગ સંસ્થાઓ કાર્યરત છે.