ગૂગલ અને એપલને ટક્કર આપવા માટે ભારત તૈયાર, લૉન્ચ કરશે પોતાનો એપ સ્ટોર

ગૂગલ અને એપલને ટક્કર આપવા માટે ભારત તૈયાર, લૉન્ચ કરશે પોતાનો એપ સ્ટોર

Apple અને અલ્ફાબેટની કંપની Google પર નિર્ભરતા ઓછી કરવા માટે ભારત પોતાની ખુદની એપ સ્ટોર લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રો પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર આ માટે પોતાની મોબાઇલ સેવા એપ સ્ટોરને તૈયાર કરી શકે છે. સરકારી સૂત્રો પ્રમાણે કહેવામાં આવ્યું કે, Androidની ભારતમાં 97 ટકા બજાર ભાગેદારી છે. આવામાં સરકારે આમા હસ્તક્ષેપ કરવો જોઇએ અને ભારતીય સ્ટાર્ટઅપ્સની મદદ કરવી જોઇએ.

ગૂગલ અને ભારતીય સ્ટાર્ટ્અપ્સમાં અનેક વિવાદ 

સૂત્રોએ કહ્યું કે આ સ્ટોર ગૂગલ અથવા એપલની માફક એપ સ્ટોર કરવા માટે 30 ટકા ફી નહીં લે. સરકાર સાથે જ એ યોજના પર વિચાર કરી રહી છે કે એન્ડ્રોઇડ ફોનમાં તેની એપ્સને પ્રી-ઇન્સ્ટોલ કરવાનું અનિવાર્ય કરવામાં આવે. તાજેતરમાં જ ગૂગલ અને ભારતીય સ્ટાર્ટ્અપ્સમાં અનેક વિવાદ સામે આવ્યા છે. ગૂગલે Paytm બાદ ફૂડ ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર કંપની ઝોમેટો અને સ્વિગીને નોટિસ મોકલી છે. તેનો આરોપ છે કે ઝોમેટો અને સ્વિગી પ્લે સ્ટોર ગાઇડલાઇન્સના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.

ગૂગલે Paytmને પોતાના પ્લે સ્ટોરથી હટાવ્યું હતુ

ગૂગલે આ કંપનીઓને નોટિસ મોકલીને તેમના ગેમિંગ ફીચર્સને લઇને વાંધો ઉઠાવ્યો છે. આ પહેલા ગૂગલે ડિઝિટલ પેમેન્ટ કંપની Paytmને પોતાના પ્લે સ્ટોરથી હટાવ્યું હતુ. જોકે કેટલાક કલાક બાદ પીટીએમ પ્લે સ્ટોર પર પાછું આવી ગયું હતુ. ગૂગલનો આરોપ હતો કે પીટીએમ પોતાના પ્લેટફોર્મ પર રમતના સટ્ટાથી જોડાયેલી ગતિવિધિઓની નીતિઓનું ઉલ્લંઘન કરે છે. Paytmએ ગૂગલના આરોપોને એ કહેતા ફગાવ્યા હતા કે તે પોતાના એકાધિકારનો દુરપયોગ કરી રહી છે અને ગૂગલ પેને પ્રોત્સાહન આપવા માટે તેને પરેશાન કરી રહી છે.