ગુજરાત હાઈકોર્ટનો અતિ મહત્વનો ચુકાદો : બન્નેના ગુના લાગેલા હોય તો એટ્રોસિટી નહીં પણ પોક્સોનો કાયદો ચડિયાતો

ગુજરાત હાઈકોર્ટનો અતિ મહત્વનો ચુકાદો : બન્નેના ગુના લાગેલા હોય તો એટ્રોસિટી નહીં પણ પોક્સોનો કાયદો ચડિયાતો

ગુજરાત હાઈકોર્ટે અતિ મહત્વનો ચુકાદો આપ્યો છે કે જ્યારે એક જ ફરિયાદમાં એટ્રોસિટી અને પોક્સો એમ બે વિશેષ કાયદા હેઠળના ગુનાઓ નોંધાયેલા હોય ત્યારે આરોપીની જામીન અરજીના અનુસંધાનમાં પોક્સોના કાયદાને એટ્રોસિટી કાયદાથી ચડિયાતો માનવો જોઈએ.

હાઈકોર્ટનુ અવલોકન છે કે બે વિશેષ કાયદાઓ એકબીજા સાથે ટકરાવમાં આવતા હોય ત્યારે જે કાયદાનો હેતુ વધુ વિશાળ હોય તેને ચડિયાતો માનવો જોઈએ. એટ્રોસિટી એક્ટ એ એસએસી-એસટી સમુદાયના લોકો પર થતા અત્યાચાર અને તેમને થતાં અન્યાયને રોકવા માટે ખાસ કાયદો છે. જ્યારે પોક્સો એક્ટ એ તમામ બાળકોના રક્ષણ, અને સલામતી આપવા માટેનો કાયદો છે.

એટ્રોસિટીનો કાયદો વર્ષ ૧૯૮૯માં બન્યો છે અને પોક્સોનો કાયદો વર્ષ ૨૦૧૨માં બન્યો છે. એટ્રોસિટી એક્ટમાં વર્ષ ૨૦૧૫માં સુધારો પણ થયેલો છે. જો કે કાયદાનો હેતુ શું છે ? તે જોવુ જોઈએ.

આ કેસમાં પીડિતા પુખ્ત વયની નથી. બાળકની જાતિ એ તેના કલ્યાણ કે સુરક્ષા કરતા ચડિયાતી વાત હોય શકે નહીં. જેથી પોક્સોનો કાયદો એ એટ્રોસિટીના કાયદા કરતા વધુ ચડિયાતો છે. કેસની વિગત જોઈએ તો, ગત વર્ષે મહીસાગર જિલ્લામાં દલિત સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બનેલી છે.

આ કેસમાં છ આરોપીઓની ધરપકડ થયેલી છે. આ કેસમાં બે ખાસ કાયદા ( એટ્રોસિટી એક્ટ અને પોક્સો એક્ટ) હેઠળ આરોપીઓ સામે ફરિયાદ નોંધાયેલી છે. હવે મુદ્દો એ ઉપસ્થિત થયો હતો કે બે ખાસ કાયદા એક જ એફઆઈઆરમાં હોય તો આરોપીઓ ક્યાં કાયદા હેઠળ જામીન અરજી કરી શકે અને ક્યાં કાયદાને અનુસરવું જોઈએ.

હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે આ કેસમાં સીઆરપીસીની કલમ ૪૩૯ હેઠળ જામીન અરજી કરી શકાય છે. બીજી તરફ, રાજ્ય સરકારની રજૂઆત હતી કે એટ્રોસિટીના કાયદા હેઠળ ફરિયાદ થયેલી છે ત્યારે એટ્રોસિટીના કાયદાની કલમ ૧૪(A)(૨) હેઠળ જ જામીન અરજી કરવી પડે.