ગુજરાતમાં 10,000માં મળશે 1.5 ટનનું AC, જાણો સોશિયલ મીડિયાં ફરતા આ મેસેજનું સત્ય

ગુજરાતમાં 10,000માં મળશે 1.5 ટનનું AC, જાણો સોશિયલ મીડિયાં ફરતા આ મેસેજનું સત્ય

હાલમાં ભારતીય લોકો ઇન્ટરનેટનો સૌથી વધારે ઉપીયોગ કરે છે અને સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં ક્યારેક ક્યારેક ખોટા મેસેજ પણ વાયુ વેગે વાયરલ થઇ જતા હોય છે, જેના કારણે કેટલાક લોકોની મુશ્કેલીઓ વધી જતી હોય છે. આવો જ કડવો અનુભવ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડને થયો છે.

હાલમાં ગુજરાતમાં 10 હજાર રૂપિયામાં દોઢ ટનનું એસીનું GEB દ્વારા ગ્રાહકોને આપવામા આવશે, આવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયુ વેગે ફરતો થયો હતો. જેના કારણે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. અને લોકોએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ સંપર્ક પણ સાદ્યો હતો. જોકે, હકીકતમાં આવી કોઇ યોજના સરકાર કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ દ્વારા બહાર પાડ્વામાં આવેલ નથી.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ દ્વારા આ વાયરલ મેસેજથી કંટાળી પ્રેસ નોટ બહાર પાડ્વામાં આવેલ જેમા જણાવવામાં આવ્યું હતું કે,”હાલમાં સોશિયલ મીડિયામાં એવો મેસેજ વાયરલ થયેલ છે કે, તા.17/07/2019થી રૂ.10,000માં 1.5 ટનનું એસી વીજ કંપની તરફથી આપવામાં આવનાર છે. તેના અનુસંધાને વીજ ગ્રાહકોને જણાવવાનું કે, આ પ્રકારની કોઇ યોજના હાલની તકે અસ્તિત્વમાં નથી. આ યોજનાની જાહેરાત સરકારશ્રી તરફથી થયે જણાવવામાં આવશે. હાલમાં આ પ્રકારનાં મેસેજ પર ધ્યાન ન આપવા વિનંતી “