ગુજરાતમાં કોરોનાનાં કેસોને લઇ આવ્યા રાહતના સમાચાર, સાજા થવાનો દર 86.76 ટકા

ગુજરાતમાં કોરોનાનાં કેસોને લઇ આવ્યા રાહતના સમાચાર, સાજા થવાનો દર 86.76 ટકા

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1243 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,49,194એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3550એ પહોંચ્યો છે. જ્યારે 1518 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 86.76 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,662 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 173, અમદાવાદ કોર્પોરેશન 164, સુરત 91, રાજકોટ કોર્પોરેશન 87, વડોદરા કોર્પોરેશન 79, જામનગર કોર્પોરેશન 70, રાજકોટ 45, વડોદરા 43, બનાસકાંઠા 39, મહેસાણા 38, કચ્છ 29, અમરેલી 25, જામનગર 25, સાબરકાંઠા 25, ભરૂચ 23, પંચમહાલ 23, સુરેન્દ્રનગર 23, જુનાગઢ 20, પાટણ 20, ગાંધીનગર કોર્પોરેશન 19, ગીર સોમનાથ 19, જુનાગઢ કોર્પોરેશન 17, અમદાવાદ 16, ગાંધીનગર 15, મોરબી 13, નર્મદા 13, આણંદ 12, ભાવનગર કોર્પોરેશન 11, ખેડા 11, દેવભૂમિ દ્વારકા 9, મહીસાગર 9, તાપી 8, ભાવનગર 7, નવસારી 6, દાહોદ 5, છોટા ઉદેપુર 4, વલસાડ 3, અરવલ્લી 1, બોટાદ 1, ડાંગ 1, પોરબંદર 1 મળી કુલ 1243 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, સુરત 1, સુરેન્દ્રનગર 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3550એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 129441 નાગરીકો સાજા થઈ ગયા છે. 3550ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,203 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 83 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,120 સ્ટેબલ છે.