ગમે તે થઈ જાય તમારી આટલી વાતો બીજા સાથે ન કરો શેર, વ્યક્તિગત જીવન થઈ જશે બરબાદ!

ગમે તે થઈ જાય તમારી આટલી વાતો બીજા સાથે ન કરો શેર, વ્યક્તિગત જીવન થઈ જશે બરબાદ!

ઘણા માણસની ટેવ એવી હોય કે તે બધી જગ્યાએ બધી વાતો શેર કરતો હોય છે. એમાં પણ મહિલાઓમાં આ ગુણ ખાસ જોવા મળતો હોય છે. ત્યારે આચાર્ય ચાણક્ય કહે છે આટલી વાતો ક્યારેય અન્યને સાથે શેર ન કરવી જોઈએ. કારણ કે એવું કરવાથી તમારી વ્યક્તિગત લાઈફ બરબાદ થઈ શકે છે.

બિમારી અને દવા વિશે

ચાણક્ય નીતિ અનુસાર તમારે તમારી દવાઓ વિશે ક્યારેય કઈને જણાવવું ન જોઈએ. કોઈને ન જણાવવું જોઈએ કે તમને બિમારી શું છ અને એના માટે આપ કઈ દવા લઈ રહ્યા છે. નહીંતર બીજા લોકોના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડી શકે છે.

ઘરના ડખા

ચાણક્ય અનુસાર તમારા ઘરના રાઝ અને ઘરના ડખા કોઈને ન કહેવા જોઈએ. ભલે તમે ગમે તેટલા પરેશાન હોવ પણ કઈને તમારા ઘરના દોષ વિશે વાત ન કરવી જોઈએ. કારણ કે એવું કરવાથી શત્રુ તમારો લાભ લઈ શકે છે.

પરિવારની ખરાબી

પોતાના ઘર પરિવાર વાળાની ખરાબી ક્યારેય કોઈની સામે ન કરવી જોઈએ. ઘરના ગમે તે સભ્યા સાથે ગમે તેટલી દુશ્મનાવટ હોય તો પણ એવું ક્યારેય ન કરવું જોઈએ. નહીંતર પરિવારના સન્માનને ઠેસ પહોંચે છે.

સંભોગ કે સંબંધો વિશે

પતિ પત્નીએ તેના વૈવાહિક જીવન સંબંધો સાથે સંકળાયેલી વાતો ક્યારેય ત્રીજા માણસ સાથે શેર ન કરવી જોઈએ. સંભોગ સમયે જો ભૂલ થઈ જાય તો પણ ક્યારેય બીજા લોકોને વાત ન કરવી જોઈએ. જેનાથી તમારા વ્યક્તિગત જીવન પર ભારે અસર પડે છે.

ધન અને મંત્ર

પોતાના ધન વિશે ક્યારેય કોઈને વાત ન કરવી જોઈએ. જો તમે જીવનમાં કોઈ મંત્રનો જાપ કરતાં હોઈ તો એ વાત પણ કોઈને શેર કરવી નહીં.