ગભરાશો નહીં! જનતા કરફયૂથી કોરોના ઊંધી પૂંછડીએ ભાગશે, સમજો આખું ગણિત

ગભરાશો નહીં! જનતા કરફયૂથી કોરોના ઊંધી પૂંછડીએ ભાગશે, સમજો આખું ગણિત

પીએમ મોદીએ તાજેતરમાં જ દેશની પ્રજાને અપીલ કરી હતી કે તેઓ આજે એટલે કે 22મી માર્ચના રોજ જનતા કરફ્યૂનું પાલન કરે. સ્વતંત્ર ભારતમાં લગભગ પહેલી વખત આવી સ્થિતિ બની છે. ભલે કેટલાંક લોકોને એમ લાગી રહ્યું છે કે તેમના પર જનતા કરફયૂ થોપવામાં આવી રહ્યો છે પરંતુ હકીકત એ છે કે આ આપણી જ ભલાઇ માટે છે. ખુદ પીએમ મોદીએ કહ્યું છે કે આ સમય ગભરાવાનો નથી પરંતુ સતર્કતા રાખવાનો છે અને એક નાનકડી કોશિષ મોટી અસર દેખાડી શકે છે. દરેક પસાર થતા દિવસની સાથે કોરોના વાયરસ વિકરાળ અખત્યાર કરી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 327 લોકો સંક્રમિત થઇ ચૂકયા છે અને 4 લોકોના મોત થયા છે. એવામાં જનતા કરફયૂથી ડરો નહીં પરંતુ સરકારનો સાથ આપો જેથી કરીને કોરોના વાયરસને હરાવી શકીએ અને આપણે તેને ઊંધી પૂંછડીએ ભગાડી શકીએ.

જનતા કરફયૂ આપણી ભલાઇ માટે જ છે

સૌથી પહેલાં તો આપણે એ સમજવું જરૂરી છે કે જનતા કરફયૂ સરકાર જાણી જોઇને લગાવાનો આગ્રહ કરી રહી નથી. આથી તેને સોશિયલ ડિસ્ટેન્સિંગ કરી શકાય. જેથી કરીને કોરોના વાયરસને ફેલાવાથી રોકી શકાય. આ દિવસે સૌ પોતાના ઘરમાં રહે છે. આ જનતા કરફયૂ સવારે 7 થી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલશે. જનતા કરફયૂ આપણી જ ભલાઇ માટે લગાવાયો છે નહીં તો ઝડપથી ફેલાતા કોરોના વાયરસને રોકવો મુશ્કેલ પડી જશે અને ભારતમાં ચીન, ઇટલી જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે.

શું કરવું શું ના કરવું

જનતા કરફ્યૂના દિવસે સૌથી અગત્યનું એ ધ્યાન રાખવાનું કે તમે તમારા ઘરમાં જ રહો અને બહાર ના નીકળો. એટલે સુધી કે તમારી સોસાયટીમાં પણ ના ફરો, પાર્કમાં પણ ના જાઓ. મોદી સરકારે જનતા કરફ્યૂનો આગ્રહ એટલે કર્યો છે કે જેથી લોકો એકબીજાને ના મળે.

પીએમ મોદીએ તમામ દેશવાસીઓને ખાસ આગ્રહ પણ કર્યો છે કે તેઓ સાંજ પાંચ વાગ્યે પોતાની બારી, દરવાજા પર ઉભા રહીને ડૉકટર્સ, પોલીસવાળી, મીડિયા કર્મચારી, સફાઇ કર્મચારી, હોમ ડિલિવરી કરનારાઓનો 5 મિનિટ સુધી આભાર વ્યકત કરશે. તેના માટે તાળીઓ વગાડી શકે છે. થાળી વગાડી શકે છે કે ઘંટી વગાડી શકે છે. તેમણે રાજ્ય સરકારોને આગ્રહ કર્યો છે કે સાંજે 5 વાગ્યે સાયરન દ્વારા લોકોને માહિતી પણ આપવામાં આવે.

આજે જ વિશ્વ જળ દિવસ

કોરોના વાયરસ સામે લડવા માટે આજે આખા દેશમાં જનતા કરફયૂ લગાવામાં આવી કહ્યો છે. અહીં એ પણ જાણવું અગત્યનું છે કે આજે જ વિશ્વ જળ દિવસ પણ છે. આજનો એક દિવસ આપણે આપણા ઘરમાં જ રહેવાનું છે તો આ દિવસે પાણીને વધુમાં વધુ બચાવાની કોશિષ કરીએ. બચતનો મતલબ એ નથી કે તમે પાણી ઉપયોગ ના કરો પરંતુ તમે પણ બરબાદ ના કરો. ધ્યાનમાં રાખો કે દર 20 મિનિટ પર હાથ ધોતા રહો જો કે કોરોના વાયરસથી લડવાનો મૂળમંત્ર છે.

ડરો નહીં, જાણો પોલીસ શું કહી રહી છે

જનતા કરફયૂથી ખૂબ જ લોકો ડરી રહ્યા છે પરંતુ પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે ડરવાની જરૂર નથી. દિલ્હી પોલીસના મતે જો કોઇ જનતા કરફ્યૂના દિવસે બહાર ફરે છે તો તેના વિરૂદ્ધ કોઇ એકશન લેવાશે નહીં. હા પોલીસ લોકોને એ અપીલ ચોક્કસ કરશે કે તેઓ ઘરમાં જ રહે અને બહાર ના નીકળે. આપને જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર એક અફવા ચાલી રહી છે કે જો આજે કોઇ ઘરમાંથી બહાર નીકળતું મળશે અથવા તો દુકાનો ખોલશે તો પોલીસ તેના પર દંડ ફટકારશે. જો કે પોલીસ આ વાતનું ખંડન કરી રહ્યા છે.

કયારે બહાર નીકળી શકાય

આમ તો કોશિષ કરો કે ઘરમાંથી બિલકુલ ના નીકળવું પડે, પરંતુ જો કોઇ મેડિકલ ઇમરજન્સી આવે છે તો તમે ઘરેથી નીકળી શકો છો. હોસ્પિટલ જનારાને રોકી શકાય નહીં. સાથો સાથ પોતાની આસપાસની દૂધની દુકાન પર પણ જવા માટે તમે નીકળી શકો છો કારણ કે એ જીવન જરૂરી વસ્તુ છે. તેને તમે રોકી શકો નહીં. પોલીસવાળા, મીડિયાવાળા, ડૉકટર્સ અને સફાઇ કામદારની જવાબદારીવાળા લોકો ઘરેથી નીકળી શકે છે. કતારણ કે તેમનું કામ ખૂબ જ અગત્યનું છે. ખુદ પીએમ મોદીએ કહ્યું કે આ લોકોનું નીકળવું જરૂરી છે કારણ કે તેમના પર એક મોટી જવાબદારી હોય છે.