ક્રિકેટ / T-20 એશિયા કપ દુબઈમાં, ભારત અને પાકિસ્તાન બંને રમશે: સૌરવ ગાંગુલી

ક્રિકેટ / T-20 એશિયા કપ દુબઈમાં, ભારત અને પાકિસ્તાન બંને રમશે: સૌરવ ગાંગુલી

સ્પોર્ટ્સ ડેસ્ક: BCCI અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું કે, T-20 એશિયા કપ સપ્ટેમ્બરમાં દુબઈમાં રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન બંને રમશે. અગાઉ આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવવાની હતી, પરંતુ BCCIએ સ્પષ્ટ કર્યું હતું કે ટીમ ઈન્ડિયા સુરક્ષા કારણોસર પાકિસ્તાન નહીં જાય. એશિયન ક્રિકેટ કાઉન્સિલની 3 માર્ચે યોજાનારી બેઠક માટે દુબઈ જતા પહેલા ગાંગુલીએ આ વાત કહી.

તેમણે મહિલા ટીમને T-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચવા પર અભિનંદન પાઠવ્યા. ગાંગુલીએ કહ્યું કે, ‘તેમણે શાનદાર રમતના કારણે સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ ટૂર્નામેન્ટમાં કોઈપણ ટીમ ફેવરિટ નથી હોતી. અમારી ટીમ સારી છે. જોઈએ તેઓ ટૂર્નામેન્ટના અંતે ક્યાં જોવા મળે છે.’