ક્રાઇમ / અમેરિકામાં બે સ્થળે ગોળીબાર, 20 લોકો ઘાયલ, 4 ગંભીર

ક્રાઇમ / અમેરિકામાં બે સ્થળે ગોળીબાર, 20 લોકો ઘાયલ, 4 ગંભીર

  • શિકાગોના દક્ષિણ ભાગના એક ઘરમાં રવિવારે વહેલી સવારે અનેક લોકોને ગોળી મારવામાં આવી
  • બાલ્ટીમોરમાં પણ થયેલા ગોળીબારમાં 7 લોકોને ઇજા પહોંચી

શિકાગો/બાલ્ટીમોર: અમેરિકાના શિકાગો અને બાલ્ટીમોરમાં બે સ્થળે ગોળીબારની ઘટના થઈ. જેમાં 20 લોકો ઘાયલ થયા છે. 4ની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. શિકાગોના દક્ષિણ ભાગના એક ઘરમાં રવિવારે વહેલી સવારે અનેક લોકોને ગોળી મારવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં 13 લોકો ઘવાયા છે.
બાલ્ટીમોરમાં આ વર્ષે 330 લોકોની હત્યા થઈ
જ્યારે ન્યૂઝ અને ટેલિકોમ વિભાગના નાયબ ડિરેક્ટર ટોમ અહર્ને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે પોલીસ આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવાની હતી. જે અંગે પોલીસે કહ્યું- ગોળીબારની ઘટના 27 મે સ્ટ્રીટમાં થઈ હતી. એક વ્યક્તિના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા પાંચ લોકોએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. આ ઘટનામાં ચારની સ્થિતિ ગંભીર છે. બીજીબાજુ બાલ્ટીમોરમાં પણ થયેલા ગોળીબારમાં 7 લોકોને ઇજા પહોંચી છે. ઘાયલોમાં ત્રણ કિશોરનો સમાવેશ થાય છે. બાલ્ટીમોરમાં આ વર્ષે 330 લોકોની હત્યા થઈ છે.