ક્રાઇમ:પુત્રવધૂ જાડી હોવાથી શરીર પાતળું કરાવવા બળજબરીથી કસરત અને ઉઠક બેઠક કરાવતાં સાસરિયા સામે ફરિયાદ

ક્રાઇમ:પુત્રવધૂ જાડી હોવાથી શરીર પાતળું કરાવવા બળજબરીથી કસરત અને ઉઠક બેઠક કરાવતાં સાસરિયા સામે ફરિયાદ

ચોખ્ખું હોય તો પણ સાસરિયાં આખા ઘરની વારંવાર સાફ-સફાઈ કરાવતા હતા

લગ્ન પછી તું જાડી છે તેમ કહી વારંવાર થાઇરોડના રિપોર્ટ કઢાવી શરીર પાતળું કરાવવા માટે પુત્રવધૂને ઉઠક-બેઠક કરાવી બળજબરીથી કસરત કરાવનારા સાસરિયાં સામે પુત્રવધૂ એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ અને સાસુ-સસરા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવતી આરોપ લગાવ્યો હતો કે તે પાતળી થાય તે માટે ઘર ચોખ્ખું હોય તો પણ તેની પાસે ઘરની સફાઈ કરાવતા હતા. યુવતી એ મામલે સુરેન્દ્રનગર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા સુરેન્દ્રનગર પોલીસે વડોદરા પોલીસને તપાસ માટે ફરિયાદ મોકલી હતી.

વઢવાણ માં રહેતી યુવતીએ પોલીસમાં તેના પતિ રૂષભ નરેશભાઈ પારેખ (રહે.સત્સંગ બંગલો સનફાર્મા રોડ હાલ રહે તેલંગાણા) તથા કલકત્તામાં રહેતા તેના સસરા નરેશભાઈ ખીમચંદ ભાઈ પારેખ અને સાસુ સ્વાતિબેન નરેશભાઈ પારેખ સામે ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે 2017માં તેના લગ્ન થયા હતા અને ત્રણ વર્ષના લગ્નજીવનમાં સનફારમા રોડ પર આવેલા સત્સંગ બંગલોમાં રહેતા તેના પતિ ઋષભ અને સાસુ-સસરાએ તેની પર શારીરીક માનસીક ત્રાસ ગુજાર્યો હતો. લગ્ન પછી તરત જ પતિ અને સાસુ-સસરા તું જાડી છે એમ કહીં તેના વારંવાર થાઇરોડના રિપોર્ટ કઢાવતા હતા અને યુવતી નું શરીર પાતળું કરવા માટે બળજબરીથી કસરત કરાવતા હતા અને ઉઠક બેઠક પણ કરાવતા હતા.

ઘર ચોખ્ખું હોય તોપણ તેઓ આખા ઘરની વારંવાર સાફ-સફાઈ કરાવતા હતા આ ઉપરાંત પતિ અને સાસુ-સસરા નાની નાની બાબતમાં ગમે તેમ બોલી તેને મારઝુડ કરતા હતા અને તું કરિયાવર ઓછી લાવી છે તેમ કહીં મહેણાં ટોણાં મારી દહેજ ની માગણી કરતા હતા.

એક ટાઈમ જ જમવાનું આપતા હતા
યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેને શરીર પાતળું કરવા માટે પતિ અને સાસુ-સસરા રોજ એક ટાઈમ જમવાનું આપતા હતા આ ઉપરાંત ઘર ચોખ્ખું હોય તો પણ આખા ઘરની સફાઈ કરાવતા હતા અને નાની નાની બાબતોમાં ઝઘડા કરી મારકૂટ કરતા હતા.

( Source – Divyabhaskar )